स्त्री.
હિમાલય અને સિલોનમાં થતી એક વેલ. તેનાં ફળ નારંગી જેવડાં, ગોળ અને લાલ રંગના હોય છે. તેમાં કફધ્ન ગુણ સરસ હોવાથી દમ, છાતીમાં ભરાયેલ કફ અને શ્વાસનલિકાના રોગમાં તે સારી દવા મનાય છે. ૦।। થી ૧ ગૂંજાની માત્રામાં દિવસમાં ત્રણ વખત અપાય. મોટી માત્રમાં તે તીવ્ર રેચક અને ઝેરી છે. કોપરેલમાં તે ફળનો ગર ઉકાળી તેનાં કાનમાં ટીપાં નાખવાથી પરૂ વહેતો અને ચસકા મારતો કાન સુધરે. આ ગર આંખને હિતકારક, સઘળા તાવનો નાશ કરનાર ને લોહી સાફ કરનાર પણ મનાય છે. એ તેલનું શરીરે મર્દન કરવાથી શરદી કે વાથી જકડાયેલું શરીર અને તેમાં થતી કળતર મટે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.