पुं.
( વૈદ્યક ) એ નામનો રસ. શુદ્ધ પારો એક ભાગ અને ગંધક બે ભાગ લઈ બંનેને એકઠાં કરી એક પ્રહર ખલ કરવાં. તેની કજલી જેટલાં તાંબાનાં પતરાં લઈ તેની સંપુટ જેવી આકૃતિ કરી તેની અંદર તે કજલી ભરવી. ત્યારપછી એક માટીનું ઠામ લાવી અર્ધું મીઠાથી ભરી વચમાં તાંબાનો સંપુટ મૂકી બાકીનું વાસણ મીઠાથી ભરી દેવું. તે માથે બીજું ઠામ મૂકી કપડકોટ કરી ગજપુટ દેવો. પછી પોતાની મેળે ઠંડું થાય ત્યારે તાંબાના સંપુટનું બારી ચૂર્ણ કરવું. આનું નામ ગજકેસરી રસ છે. એક રતી ભાર આ રસ નાગવેલનાં પાન સાથે આપવાથી શૂળ બેસી જાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.