स्त्री.
એ નામની ઘણું કરીને છોકરીઓથી રમાતી એક દેશી રમત. તેમાં રમનાર છોકરીઓના બે પક્ષ પાડવા. બંને પક્ષે સામસામું બેસવું. પછી એક પક્ષની એક છોકરીએ ઊભી થઈને પોતાના હાથમાં એક કાંકરો લેવો અને તે પોતાના પક્ષની કોઈ પણ છોકરીના હાથમાં ગૂપચૂપ છુપાવી દેવો. પછી સામા પક્ષને કોના હાથમાં એ કાંકરો છે તે પૂછવું. જો ખરૂં પડે આ પક્ષનો વારો જાય અને સામા પક્ષનો વારો આવે. ખરૂં ન પડે તો જે છોકરીના હાથમાં કાંકરો હોય તે એક ઠેકડો મારીને આગળ બેસે. એ રીતે જ પક્ષની છોકરી સામેના પક્ષ સુધી પ્રથમ પહોંચે તે પક્ષે ગઢ જીત્યો ગણાય.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.