ગુજરાતી કાવ્ય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

ગુજરાતી ભાષાની કવિતા. ગુજરાતી કાવ્યના વિકાસક્રમનાં પાંચ પગથિયાં છે: (૧) પ્રાચીન યુગ, (૨) બીજો યુગ, (૩) ત્રીજો યુગ, (૪) ચોથો યુગ અને (૫) અર્વાચીન યુગ. (૧) પ્રાચીન યુગ: તેમાં ઈ. સ. ના આઠમા-નવમાં શતકથી આરંભી ચૌદમા શતક સુધીના કાળનો સમાવેશ થાય છે. આને અપભ્રંશ અને જૂની ગુજરાતીનો કાળ કહી શકાય. આ કાળમાં કવિતાના ક્ષેત્રમાં મુખ્ય ફાલ લેનાર જૈન કવિઓ છે. (૨) બીજો યુગ; આ યુગમાં પંદરમા તથા સોળમાં સૈકાનો સમાવેશ થાય છે. આ યુગનો મુખ્ય કવિ નરસિંહ મહેતો છે. તે અર્વાચીન ગુજરાતીનો પિતા ગણાય છે, તેને આદિકવિ પણ કહેવાય છે. નરસિંહ મહેતા ઉપરાંત ભક્તકવિ વિષ્ણુદાસ, ભાલણ, પદ્મનાભ, પસ્તો વગેરે કેટલાક કવિઓ આ યુગમાં થઈ ગયા છે. પ્રસિદ્ધ ભક્તકવયિત્રી મીરાંબાઈ પણ આ યુગમાં થઈ ગયાં છે. (૩) ત્રીજો યુગ: આ યુગમાં સત્તરમા તથા અઢારમાં સૈકાનો સમાવેશ થાય છે. આ યુગમાં ભાષાપ્રેમી કવિ પ્રેમાનંદ પ્રથમ પંક્તિના કવિઓમાં અગ્રગણ્ય છે તેથી તેને પ્રેમાનંદ યુગ કહી શકાય. આ યુગમાં પ્રથમ પંક્તિના બીજા કવિઓમાં તત્ત્વજ્ઞ વેદાતી અને કથાનિપુણ શામળ છે. એ સિવાય વલ્લભ, નાકર, વીરજી રત્નેશ્વર આદિ ઊતરતી પંક્તિના બીજા ઘણા કવિઓ આ યુગને શોભાવે છે. (૪) ચોથો યુગ; આમાં ઓગણીસમા શતકના પૂર્વાર્ધનો સમાવેશ થાય છે. આ યુગના પ્રથમ પંક્તિના કવિઓમાં શૃંગારરસિક દયારામ પૂર્ણકળાથી પ્રકાશે છે તેથી તેને દયારામનો યુગ કહી શકાય. તે સિવાય ભોજો, ધીરો, પ્રીતમ, મનહર, ગિરધર, નિષ્કુળાનંદ વગેરે વત્તાઓછા પ્રસિદ્ધ કવિઓ આ યુગમાં થઈ ગયા છે. (૫) અર્વાચીન યુગ: આ યુગનો આરંભ કવિ દલપતરામથી થાય છે. આ છેલ્લા યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની છાયા ગુજરાતી સાહિત્ય ઉપર પડેલી જોવામાં આવે છે તેની સાથે આપણી ભાષાના સંસ્કૃત સાહિત્યના અભ્યાસના પરિણામરૂપે વાણી વિશુદ્ધ બની છે. આ સમયમાં નર્મદાશંકર પણ ગણી શકાય.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects