न.
ગુજરાતી ગદ્યપદ્યાત્મક લખાણ. તે નરસિંહ મહેતાની કવિતાથી શરૂ થાય છે. શ્રી કેશવલાલભાઈ ગુજરાતી સાહિત્યની મર્યાદા હજારેક વર્ષની કલ્પે છે. ગુજરાતી સાહિત્યની શરૂઆતનો કાય કયો ગણવો તે વિષે કંઈ મતભેદ છે, પરંતુ સ્વ. ગોવર્ધનરામભાઈ અને સ્વ. નર્મદાશંકર કવિનાં લખાણો વાંચવાથી એમ જણાય છે કે ગુજરાતમાં મુસલમાની રાજ્યની શરૂઆત થઈ ત્યારપછી ગુજરાતી સાહિત્યની શરૂઆત થયાનું ગણી શકાય. ગુજરાતી સાહિત્યના આરંભનો અવધિ અગિયારમા શતકની પણ અગાઉ જાય છે. ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે ગુજરાતના ભવ્ય ઉદયનો હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરુષ પરાક્રમનું ગંભીર ગાન છે. સને ૧૮૫૭-૫૯ સુધીમાં સર થીયોડોર હોપના અધ્યક્ષપણા નીચે શાળાના અભ્યાસક્રમને માટે પુસ્તકો રચનાર કમિટિના સભ્યોએ ગદ્યનો રસ્તો ખોદી કાઢી પાછળ આવનારાઓ માટે સીધી સડક બનાવી દીધી. બુદ્ધિવર્ધક ગ્રંથો તથા બીજી ઇતિહાસ તથા સાયન્સની ચોપડીઓ, જન્મચરિત્રો, વાર્તાઓ વગેરે પણ એમનામાંના ઘણાઓની કલમથી લખાઇ બહાર પડ્યાં. નર્મદાશંકરે નર્મગદ્ય લખી ગુજરાતી ભાષાની મોટી ખોટ પૂરી પાડી. કોલેજમાંથી બહાર પડતા યુવકોએ પોતાની કલમ ઉપયોગમાં લેવા માંડી. મણિલાલ, હરિલાલ, છગનલાલ વગેરેનાં ગદ્યપદ્યની આરંભ લગભગ એ જ મુદ્દતમાં થવા માંડ્યો અને ગુજરાતી સાહિત્ય જે આજે ઉત્તરોત્તર નીકળતુ જાય છે તે વિકાસનાં બીજ એ જ સમયમાં રોપાયાં.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.