पुं.
અત્રિ ઋષિ અને અનસૂયાના પુત્ર. અત્રિ ઋષિને સતી અનસૂયાને પેટે દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્ર ત્રણ પુત્ર થયા. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એમ ત્રણ દેવોએ મળી દત્તાત્રેયનો અવતાર લીધો હતો. વિષ્ણુના ચોવીશ અવતારમાં એ એક ગણાય છે. વેદનું જ્ઞાન આપવાને આ અવતાર ત્રેતાયુગમાં થયો હતો. છ શાસ્ત્રનું અધ્યયન કરી તેમના સિદ્ધાંતોનું તેમણે સત્ય તપાસ્યું. તેમાં વેદાંતશાસ્ત્રને તેમણે પ્રાધાન્ય આપેલ છે. આ અવદૂત યોગી ત્રિકાળદર્શી અને સમર્થ જ્ઞાની હતા. વિદ્વાન છતાં બાલોન્મત્ત, જડ અને પિશાચ પ્રમાણે બ્રહ્મધ્યાનમાં મસ્ત રહી ભૂમિ ઉપર ફરતા હતા. વિષયભોગ તથા સ્ત્રીપુત્રાદિકથી રહિત હતા. યોગક્રિયામાં તેમણે અનેક શોધો કરી છે. વળી તેમણે પોતાની યોગક્રિયાથી અનેક ચમત્કારિક કૃતિ કરી આંધળાંને આંખ, પાંગળાંને પગ અને મરણ પામેલને સજીવન કર્યા કહેવાય છે. તેણે પોતાની બુદ્ધિથી સ્વીકારેલા ચોવીશ ગુરુ પાસેથી જુદા જુદા ગુણ ગ્રહણ કર્યા હતા. પશુપંખી અને જડ પદાર્થ પણ તેમના ગુરુ હતા. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારઘી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુમારી કન્યા, બાણ ઘડનારો, સર્પ, કરોળિયો અને ભમરી એમ ચોવીશ ગુરુ પાસેથી તેમણે શિક્ષણ લીધું. તે સિવાય તેણે પોતાના દેહને પણ ગુરુ કર્યો હતો. દત્તાત્રેય અવતારી હોવાથી તમામ હિંદુ વર્ણ તેને પ્રેમથી માને છે. વળી દત્તાત્રેય નામનો ધર્મ પણ ચાલે છે. તે ચારે વર્ગના લોકો પાળે છે. તેઓ પોતાના આત્માને ઈશ્વરૂપ સર્વજ્ઞ માને છે. તેને મૂર્તિમાન સમજી અખંડ સમાધિમાં રહેવા અષ્ટાંગયોગની સર્વ ક્રિયા કરે છે. અહિંસક, જીવદયા પાળવી એ તેમનું મુખ્ય વલણ છે. તે લોકો ગુરુઆજ્ઞા માને છે અને મોક્ષસાધનમાં કાળક્ષેપ કરે છે. દત્તાત્રેય ધર્મની આજ્ઞા છે કે ઈશ્વર નિરાકર છે, સૃષ્ટિ આત્માની ભ્રાંતિથી કલ્પિત ભાવે થઈ છે. નિવૃત્ત રહેવું, સત્ય, તપ, અપરિગ્રહ, દયા, ક્ષમા, ધર્મ, અર્થ, મોક્ષ અને વૈરાગ્ય એ સર્વે સંપાદન કરવાં અને માદક પદાર્થોથી દૂર રહેવું તે પણ આ ધર્મનો ઉપદેશ છે. આ ધર્મની ઉત્પત્તિ પાંચમા સૈકામાં થઈ એવું જાણવામાં આવે છે, એટલે તેને આજે ૧૪૦૦ વર્ષ થવા આવ્યાં છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં