स्त्री.
ગંજીફાની રમતનો એક પ્રકાર. તે બે, ત્રણ કે ચાર જણ રમી શકે છે. આ રમતમાં રમનારાઓમાં સરખે હિસ્સે પાનાં વહેંચવામાં આવ્યા પછી મળેલાં પાનાંમાં સરખા દાણાવાળાં કે સરખા મહોરાંવાળાં પાનાં દરેક જણ પોતાનાં પાનામાંથી કાઢી બાકીનાં પાનાં હાથમાં રાખે. તે પછી દરેક જણ વારાફરતી પોતાની પડોશના રમનારા પાસેથી એક પાનું ખેંચે અને ખેંચેલ પાનાને મળતું બીજું પાનું પોતાની પાસે હોય તો તે બંને પાનાં કાઢી નાખે. આમ કરતાં જેની પાસે છેલ્લું ગુલામનું પાનું રહે તે હાર્યો કહેવાય.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.