पुं.
એ નામનો એક મહાન ઇટાલિયન ખગોળશાસ્ત્રી. ખગોળશાસ્ત્રની શોધમાં દૂરબીનનો ઉપયોગ પહેલો કરવાનું માન ગેલીલીઓને છે. તેણે જાતે દૂરબીન બનાવ્યું અને તેની મદદથી તેણે પ્રથમ ઈ. સ. ૧૬૧૦માં ગુરુના ઉપગ્રહો જોયા. તેનો જન્મ પીસામાં થયો હતો. તેણે લોલકના નિયમો શોધી કાઢ્યા હતા. હાઇડ્રોસ્ટેટ બેલેન્સ પણ તેણે શોધી કાઢ્યું હતું. તેણે ચંદ્રની ઊંચી નીચી સપાટી દોરી બતાવી અને સૂર્યના ડાઘાઓ બતાવ્યા. તેના નવા તત્ત્વજ્ઞાન, વૈજ્ઞાનિક સિદ્ધાંત અને સૂર્યમાળાના શોધી કાઢેલા નિયમો માટે તેને બહિષ્કૃત કરવામાં આવ્યો અને જેલમાં પૂરવામાં આવ્યો હતો. તેનાં પુસ્તકોની પણ મનાઈ ફરમાવી હતી, કારણકે તેણે શોધી કાઢેલા ભૌતિક સિદ્ધાંતોએ યરપના સમકાલીન ધર્મજીવનમાં ફફડાટ પેદા કર્યો હતો. ધર્માધિકારીઓએ તેને નાસ્તિક ગણ્યો હતો. વિવાદગ્રસ્ત બાબતોના નિર્ણય માટે પ્રયોગ કરી જોવા બદલ અથવા તો પ્રત્યક્ષ પ્રમાણોની મદદ માટે તેને ઘણો હેરાન કરવામાં આવ્યો હતો. તેના સમયના વિદ્વાનો એમ ધારતા કે એક ભારે વસ્તુની ગતિ ઓછા વજનની વસ્તુના કરતાં પ્રમાણમાં વધારે હોય છે. તે ખોટું પાડવાને પીસાના પ્રખ્યાત મિનારા ઉપરથી તેણે એક સો રતલનો અને બીજો એક રતલનો એમ બે ગોળા સાથે નાખીને પ્રત્યક્ષ બતાવ્યું કે બંને ગોળા એક જ વખતે જમીન ઉપર પહોંચે છે. પરંતુ તેનાથી સંતોષ ન પામતાં ઊલટું તે સમયના ધાર્મિક પંડિતોએ ગેલીલીઓની આ ધૃષ્ટતા માટે શિક્ષા કરવાનો નિશ્ચય કર્યો અને પ્રચલિત માન્યતાને તોડી પાડવાને પ્રત્યક્ષ પ્રયોગોના ઉપયોગને માટે ગેલીલીઓને પોતાની વૃદ્ધાવસ્થામાં કેદખાનું ભોગવવું પડ્યું હતું. ઈ. સ. ૧૫૯૨માં પીસાની વિશ્વવિદ્યાલયમાંથી ફારક થઈ પેડુઆમાં ગણિતશાસ્ત્રી તરીકે તે રહ્યો હતો. ઈ. સ. ૧૬૧૦માં તે ફ્લોરેન્સ ગયો અને ઈ. સ. ૧૬૪૨માં ગુજરી ગયો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.