ગોપાલ કૃષ્ણ ગોખલે

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામના મહારાષ્ટ્રના એક દેશભક્ત પુરુષ. તેમનો જન્મ ઈ. સ. ૧૮૬૬માં રત્નાગિરિ જિલ્લાના કોતબુક ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણરાવ અને માતાનું નામ સત્યભામા હતું. તેઓ ઘણા ગરીબ હોવાથી સુધરાઈ દીવે વાંચી ભણેલા અને અસાધારણ મહેંનતને બળે અઢારમે વર્ષે બી.એ. થયા. પછી દખ્ખણ કેળવણી મંડળમાં સ્વયંસેવક બની લગભગ સોળ વર્ષ પર્યંત તેમાં કામ કરેલું. ભારત સેવાસમાજની સ્થાપના એ હિંદમાં એમણે કરેલી ચિરંજીવી સેવા છે. તેઓ પ્રખર લોકસેવક, વિદ્વાન અર્થશાસ્ત્રી, મહાન સત્યવક્તા, નીડર રાજનીતિજ્ઞ અને કરકસરિયા હતા. પૂનામાં દખ્ખણ કેળવણી મંડળ તરફથી ચાલતી ફ્રર્ગસન કોલેજ નામની સંસ્થાના તેઓ વડા અધ્યાપક હતા. સરકારી ઊંચા પગારની નોકરીની દરકાર ન કરતાં તેમણે ટૂંકાં પગારથી તે શાળાની સેવા સ્વીકારી. ત્યાંથી રાજીનામું આપી માતૃભૂમિની સેવાર્થે જીવન વ્યતીત કર્યું. તેમનું અવસાન સને ૧૯૧૫માં થયું હતું.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects