પું○
ભારતીય આર્ય વર્ણમાળાનો કંઠ્ય ઘોષ અલ્પપ્રાણ અનુનાસિક વ્યંજન. [નોંધ: વાસ્તવમાં આ વ્યંજન સંકેતની પૂર્વે લખાતો સ્વર જ અનુનાસિક હોય છે અને પછી વર્ગીય ત્રીજો વર્ણ હોય છે, જેને અલગ બતાવવા ભારતીય વર્ણમાળામાં તે તે વર્ગનો પાંચમો વર્ણ ઊભો કરવામાં આવ્યો હતો. સરખાવો वाड्मय અને वांग्मयનું ઉચ્ચારણ, ગુજ. ‘માંડ’ અને ‘માણ’ ‘ખાંડ’ અને ‘ખાણ’ વગેરે. ઉચ્ચારણ પ્રક્રિયામાં થોડું તારતમ્ય ઊભું થતાં ‘દુખડાં ‘દુખણાં’ ‘વાનર’ ‘વાંદર’ ‘પન્નર’ ‘પંદર’ ‘થૂંબડું’ ‘થૂમડું’ ‘લીંબડો’ ‘લીમડો’ આવો ભેદ વિકસી આવ્યો. તત્સમ ‘વાડ્મય’ ‘દિડ્નાગ’ જેવા શબ્દો સિવાય તત્સમ શબ્દોમાં વર્ગીય કંઠ્ય વ્યંજનો પૂર્વે એ ન નોંધતા પૂર્વના સ્વર ઉપર અનુસ્વારનું બિંદુ કરીને જ ચલાવી લેવામાં આવે છે.]
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.