पुं.
[ ચચુડ઼ોચેવડ઼ો ]
પાંચ અથવા વધારે છોકરાંની શ્વાસ ખેંચવાની હાસ્યજનક મેદાની રમત. આ રમતમાં બે આગેવાન છોકરાઓમાંથી એક જણ પોતાનો જમણો હાથ અને બીજો ડાબો હાથ ઊંચો કરી એકબીજાનાં આંગળાં ભેરવી ઊભા રહે એટલે બારી જેવું થાય. બાકીના છોકરા પેલા બે છોકરાના હાથની તળે થઇને ચચુડોચેવડો ઓ ઓ ઓ એમ એકે શ્વાસે બોલી નાસે અને શ્વાસ બંધ પડે ત્યાં બેસી જાય. પછી ઊભેલા છોકરા ધીમેથી દરેકને પૂછે કે તારા બાપની પાઘડી કેટલા હાથ લાંબી ? ત્યારે અમુક હાથ એમ જવાબ મળે. જેના બાપની પાઘડી ઓછા હાથની હોય તેને માથે દાવ આવે. પછી જેવું તેનું નામ આવે કે બધા ઊઠી દોડે ને દાવવાળો છોકરો અડવા જાય. જેને અડે તેને માથે દાવ આવે એટલે તે બીજાને અડવા દોડે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.