1 |
|
पुं. |
( પિંગળ ) એક માત્રામેળ છંદ. આ છંદની પાંચમી, આઠમી અને નવમી માત્રા લઘુ હોય અને બાકી ગમે તેમ આવે. તેમાં ૧, ૫, ૯, ૧૩ માત્રાએ તાલ આવે.
ઉપયોગ
સોળ સકલ કલ ધર દર ઝડમાં,
શર વસુ નવ કલ કર લઘુ પદમાં;
તાલ પ્રથમ પર પછી શ્રુતિ ચડતા,
ચિત્રા વિષે સરસ તો પડતા. – રણપિંગળ
|
2 |
|
पुं. |
( પિગંળ ) એક સમજાતિ માત્રામેળ છંદ. આ દ્વૌપદી છંદનો ભેદ છે. તેમાં ૩૮ ગુરુ અને ૩૬ લઘુ મળી ૭૪ વર્ણ અને ૧૧૨ માત્રા હોય છે.
|
3 |
[ સં. ] |
पुं. |
એ નામનો એક સર્પ.
|
4 |
|
पुं. |
( પિગંળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ અતિશર્ક્કરી છંદનો એક ભેદ છે. તેને ચિત્ર છંદ પણ કહે છે. તેમાં ત્રણ મગણ અને બે યગણ મળી પંદર વર્ણ હોય છે.
ઉપયોગ
ચિત્રા માંહે શોધી શોધી આણ મા મા મ યા યા. – રણપિંગળ
|
5 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેમાં રગણ, જગણ, રગણ, જગણ, રગણ અને ગુરુ મળી સોળ અક્ષર હોય છે. આઠમે અને નવમે અક્ષરે યતિ કે વિસામો આવે છે.
|
6 |
|
पुं. |
શુક્લ યજુર્વેદનો એ નામનો એક ઋષિ.
|
7 |
|
स्त्री. |
અવિદ્યા; માયા; મોહ.
|
8 |
|
स्त्री. |
ઉંદરકની નામની વનસ્પતિ; રુતભુજ.
|
9 |
|
स्त्री. |
એ નામની એક અપ્સરા.
|
10 |
|
स्त्री. |
એ નામની એક નદી.
|
11 |
|
स्त्री. |
એ નામની એક નાડી.
|
12 |
|
स्त्री. |
એ નામની એક વનસ્પતિ. તેને એરંડ, દ્રવંતી, દંતી, ગોરક્ષકર્કટી, નેપાળો કે એરંડો પણ કહે છે.
|
13 |
|
स्त्री. |
એ નામની વનસ્પતિ; ધોળી ધ્રો; ધ્રોખડ.
|
14 |
|
स्त्री. |
( સંગીત ) એક રાગિણી. તેને ભેરવ રાગની પાંચ માંહેની એક સ્ત્રી માનવામાં આવે છે.
|
15 |
|
स्त्री. |
એક વ્રજાંગના.
|
16 |
|
स्त्री. |
કાકડી.
|
17 |
|
स्त्री. |
કાબરચીતરી ગાય.
|
18 |
|
स्त्री. |
( સંગીત ) ગાંધાર ગ્રામની એક મૂર્ચ્છના; ચિત્રવતી.
|
19 |
|
स्त्री. |
( વહાણવટું ) ચતરો.
|
20 |
|
स्त्री. |
( જ્યોતિષ ) ચંદ્રનાં છ માંહેનું એક નક્ષત્ર.
|
21 |
|
स्त्री. |
( જ્યોતિષ ) ચંદ્રની એ નામની એક સ્ત્રી; સોમની સત્તાવીશ માંહેની એક સ્ત્રી.
|
22 |
|
स्त्री. |
ચિત્રગુપ્તની બહેન.
|
23 |
|
स्त्री. |
ચિત્રા નક્ષત્રમાં જન્મેલી સ્ત્રી.
|
24 |
|
स्त्री. |
( જૈન ) છપ્પન દિક્કુમારિકા માંહેની એ નામની એક.
|
25 |
|
स्त्री. |
તરબૂચનો વેલો.
|
26 |
|
स्त्री. |
દ્રવ્ય; ધન.
|
27 |
|
स्त्री. |
( તાંત્રિક ) પંદર માંહેની એ નામની પંદરમી નિત્યા.
|
28 |
|
स्त्री. |
પ્રાચીન કાળનું તારવાળું એક વાજું.
|
29 |
|
स्त्री. |
ભીષ્મકની રાજકુમારી અને રુકિમણીની દાસી.
|
30 |
|
स्त्री. |
મજીઠ.
|
31 |
|
स्त्री. |
મોતી.
|
32 |
|
स्त्री. |
વસુદેવથી રોહિણીમાં જન્મેલી કન્યા.
|
33 |
|
स्त्री. |
વાવડિંગ.
|
34 |
|
स्त्री. |
( જ્યોતિષ ) સત્તાવીશ માંહેનું અશ્વિનીથી ચૌદમું નક્ષત્ર; ક્રાંતિવૃત્તના ૧૭૩ અંશ, ૨૦ કલાથી ૧૮૬ અંશ, ૪૦ કલા સુધીનો વિભાગ. સુંદર અને વિચિત્ર હોવાને કારણે તેને ચિત્રા કહે છે. આ નક્ષત્ર ઉપરથી ચૈત્ર માસનું નામ પડેલ છે. તેમાં બહુ આકરો તાપ પડે. ચૈત્ર માસમાં આ નક્ષત્ર સંધ્યાકાળે પૂર્વમાં ઊગી પરોઢિયામાં પશ્ચિમમાં અસ્ત થાય. તેમાં એક તારો છે. છેક પૂર્વમાં ક્રાંતિવૃત્ત ઉપર જ આ તારો ઊગેલો નજરે પડે છે. તે પહેલા વર્ગનો તારો કહેવાય છે. આ નક્ષત્રમાં સ્ત્રી કે પુરુષનો જન્મ થયો હોય તો તે સુંદર નેત્ર અને અંગવાળા બને. આ નક્ષત્રનો આકાર હાથ જેવો છે. તેના સ્વામીનું નામ ત્વષ્ટા છે અને તેના પાયાના અક્ષર પ, પો, ર, રી છે. આ નક્ષત્રનો સમય તા. ૧૦ ઓક્ટોબરથી લગભગ તા. ૨૩ ઓક્ટોબર ગણાય છે. તે વરસાદનું નક્ષત્ર છે. સૂર્ય આ વખતે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ફલિત જ્યોતિષમાં તેને પાર્શ્વમુખ નક્ષત્ર માન્યું છે. તેમાં ગૃહારંભ, ગૃહપ્રવેશ, હાથી, રથ, વહાણ, ઘોડા વગેરેનો વ્યવહાર શુભ મનાય છે. આ નક્ષત્ર કન્યા રાશિમાં છે. આ તારો એટલો બધો દૂર છે કે તેનું માપ લઈ શકાયું જ નથી. ચિત્રા અને સ્વાતી બહુ કરીને સાથે જ ઊગે છે. જૂનના ઉત્તરાર્ધમાં ચિત્રા સમી સાંજે મધ્યાહ્ન વૃત્ત ઉપર આવે છે.
|
35 |
|
स्त्री. |
સુભદ્રા; કૃષ્ણની બહેન.
|
36 |
|
न. |
( સંગીત ) ષાડવનું એક તાન; ષડ્જ ગ્રામમાં નિષાદ વર્જિત કરવાથી ઉત્પન્ન થતું એક તાન.
|
37 |
|
वि. |
જુદી જુદી જાતનું.
|