स्त्री.
અડબાઉ ડૂંગળી; એક જાતનો છોડ; પાણીકંદો; ભૂમિકંદો; રાની કંદો. ધોળી ડૂંગળીની માફક તેની પણ ગાંઠો થાય છે. તે ઘણી મોટી હોય છે. તે ઔષધમાં વપરાય છે. તે કફઘ્ન તેમ જ મૂત્રલ છે. કફઘ્ન તરીકે તે દમ, ક્ષય તેમ જ ફેફસાંના વરમમાં ઉપયોગી છે. જ્યારે છાતીની અંદર કફ બહુ ભર્યો રહે છે ત્યારે આ પાણીકંદો અપાય છે. તેથી બડખાની ચીકાશ તૂટે છે અને બડખા જલદી બહાર નીકળે છે. જવરની અંદર જ્યારે કફનો પ્રકોપ હોય છે ત્યારે આ પાણીકંદો આપવો ઉચિત છે. જ્વર ઊતર્યા પછી પણ જે કફ રહી જાય છે તે દૂર કરવા માટે તે વપરાય છે. તેની માત્રા ૧ થી ૩ રતી ભૂકો છે. ઊલટી સારૂ ૨ થી ૩ વાલ અપાય છે. સર્પદંશ, વીંછીદંશ, જળોદર અને શ્વાસમાં પણ તે વપરાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ