1 |
|
पुं. |
અગ્નિના અગિયાર માંહેનો એક પ્રકાર. જુઓ ઉપાયાસ.
|
2 |
[ સં. ] |
पुं. |
એ નામે એક અલંકાર.
|
3 |
|
स्त्री. |
( વેદાંત ) અનેક વ્યક્તિઓમાં એક ધર્મપ્રકારક એકાકાર પ્રતીતિ થાય છે તેનો વિષય; અનેક વ્યક્તિઓમાં સમવાય સંબંધે કરીને રહેનારો નિત્યધર્મ; અમુક વર્ગની જુદી જુદી વ્યક્તિઓમાં રહેલો સમાન ધર્મ.
|
4 |
|
स्त्री. |
અર્થહીન તુલના; બહુ દૂરદૂરનું સરખાપણું.
|
5 |
|
स्त्री. |
( સંગીત ) અંશ સ્વર ઉપર આધાર રાખીને પાડેલો રાગનો પ્રકાર; સ અંશથી ષાડજી જાતિ, રિ અંશથી આર્ષભી જાતિ, ગ અંશથી ગાંધારી, મ અંશથી મધ્યમા, પ અંશથી પંચમી, ધ અંશથી ધૈવતી અને નિ અંશથી નિષાદી.
|
6 |
|
स्त्री. |
કુળ; વંશ; ગોત્ર.
|
7 |
|
स्त्री. |
કુળ, વર્ણ કે નાત તથા યોનિના ભેદસૂચક વર્ગ; સમુદાય. જેમકે, મનુષ્ય જાતિ, આર્ય જાતિ, ક્ષત્રિય જાતિ.
|
8 |
|
स्त्री. |
કમ.
|
9 |
|
स्त्री. |
( ગણિત ) ગણિત પ્રમાણમાં અમુક આંકડો.
|
10 |
|
स्त्री. |
ગુણ, ધર્મ, આકૃતિ વગેરેની સમાનતાને લીધે પાડેલો વિભાગ.
|
11 |
|
स्त्री. |
ગુણસમુદાય; ગુણપ્રભાવ.
|
12 |
|
स्त्री. |
ચમેલી; જાઈ; માલતી; એક જાતની ફૂલવેલ.
|
13 |
|
स्त्री. |
( સંગીત ) ચાર માત્રા જેટલા કાળમાં ૩-૫-૬-૭-૮-૯-૧૦ કે ૧૧ વર્ણ ગણી જઈએ તેમ છતાં એકંદર કાળમાં વધઘટ થાય નહિ એવી રીતે અમુક અમુક વર્ણોનો એક લઘુ અંગમાં સમાસ કરવો તે; તાલનાં છ માંહેનું એક અંગ; વિરામ અંગ; અર્ધચંદ્ર; અર્ધબિંદુક. અમુક તાલમાં જેટલા ઠપકા કે ઠેકા આવતા હોય અને તે ઠેકા જેટલી માત્રાને અંતરે આવતા હોય તે ઉપરથી તાલની જાતિ ઓળખાય છે. તેના દશ પ્રકાર છે: એકાકી, પક્ષિણી, ત્ર્યસ્ત્ર, ચતસ્ત્ર, ખંડ, વૃત્ત, મિશ્ર, માનુષી, સંકીર્ણ અને દિવ્યસંકીર્ણ.
|
14 |
|
स्त्री. |
ચૂલ; ચૂલો.
|
15 |
|
स्त्री. |
( સંગીત ) છંદનો એક માત્રામેળના બંધારણવાળો વિભાગ. જાતિમાં અમુક માત્રા પછી તાલ આવે છે, એટલે બોલતાં ભાર મૂકવો પડે છે.
|
16 |
|
स्त्री. |
જન્મ.
|
17 |
|
स्त्री. |
જાયફળ; જાતિફળ.
|
18 |
|
स्त्री. |
જાવંત્રી.
|
19 |
|
स्त्री. |
( ન્યાય ) જૂઠું બોલવું તે; પોતાના જ પક્ષને તોડનારો અસત ઉત્તર.
|
20 |
|
स्त्री. |
જેમાં જન્મ થયો હોય તે વર્ગ કે વર્ણ; નાત; જ્ઞાતિ.
|
21 |
|
स्त्री. |
ત્રણની સંજ્ઞા; ત્રણ સૂચક સાંકેતિક શબ્દ.
|
22 |
|
स्त्री. |
( જૈન ) નામ કર્મની એક પ્રકૃતિ.
|
23 |
|
स्त्री. |
( વ્યાકરણ ) નામના ત્રણ માંહેનો બીજો પ્રકાર. એક વર્ગને બીજા વર્ગથી ઓળખાવનાર ધર્મ જાતિ છે અને જાતિ બતાવનારૂં નામ જાતિવાચક નામ કહેવાય છે. કોઇ પણ વર્ગના છૂટા છૂટા પદાર્થ લઇએ તો તે વ્યક્તિ કહેવાય છે અને વર્ગના તમામ પદાર્થમાં રહેલો ધર્મ જાતિ કહેવાય છે. જાતિ અને ગુણ વચ્ચે ભેદ છે. ગોત્વ, અશ્વત્વ એ જાતિ છે. એ ધર્મ ગાય અને અશ્વના તમામ વર્ગમાં રહેલો છે અને નિત્ય છે.
|
24 |
|
स्त्री. |
ન્યાયમત પ્રમાણે પદાર્થના જ્ઞાનથી મોક્ષ મેળવાય છે તેમાંનો એક પદાર્થ. જાતિ ચોવીશ પ્રકારની છે: ૧. સાધર્મ્યસમ, ૨. વૈધર્મ્યસમ, ૩. ઉત્કર્ષસમ, ૪. અપકર્વસમ, ૫. વર્ણ્યસમ, ૬. અવર્ણ્યસમ, ૭. વિકલ્પસમ, ૮. સાધ્યસમ, ૯. પ્રાપ્તિસમ, ૧૦. અપ્રાપ્તિસમ, ૧૧. પ્રસંગસમ, ૧૨. પ્રતિદ્દષ્ટાંતસમ, ૧૩. અનુત્પત્તિસમ, ૧૪. સંશયસમ, ૧૫. પ્રકરણસમ, ૧૬. હેતુસમ, ૧૭. અર્થાપત્તિસમ, ૧૮. અવિશેષસમ, ૧૯. ઉપપત્તિસમ, ૨૦ ઉપલબ્ધિસમ, ૨૧.અનુપલબ્ધિસમ, ૨૨. નિત્યસમ, ૨૩. અનિત્યસમ અને ૨૪. કાર્યસમ.
|
25 |
|
स्त्री. |
બાવીશ સૂચક સાંકેતિક શબ્દ.
|
26 |
|
स्त्री. |
મૂળ; ઉત્પત્તિસ્થાન.
|
27 |
|
स्त्री. |
( વ્યાકરણ ) લિંગભેદ સૂચક વર્ગ; પ્રાણી અને છોડ વગેરેમાં ઘણુંખરૂં પોતાના અવયવ પ્રમાણે બતાવેલ નર અને માદાના ગુણ બતાવવા વપરાતો શબ્દ.
|
28 |
|
स्त्री. |
વેદશાખાનો એક ભેદ.
|
29 |
|
स्त्री. |
( સંગીત ) ષડ્જ વગેરે સંગીતપ્રસિદ્ધ સાત સ્વર.
|
30 |
|
स्त्री. |
સમુદાય; જથ્થો; સમૂહ.
|
31 |
|
वि. |
અંગત; પોતાનું.
|