पुं.
તેજાનાનાં ઝાડનો એક વર્ગ આ વર્ગનાં ઝાડ ઘણે ભાગે મોટાં ને તેજાનાદાર, પાંદડાં આંતરે, અખંડિત, ઘણી નસોવાળાં, મોટે ભાગે તેલિયા છાંટણાંવાળાં, ફૂલો નાનાં ઝૂમખામાં આવતાં, પાંખડીઓ વગરનાં, તોરા જેવાં કે જરા મથાળે ટોપકાંવાળાં, ફૂલઝાડ જુદાં, વજ્ર ત્રણ પણ કોઈ વખત બેથી પાંચ ખૂણિયાવાળાં, ગરણીના આકારનાં, લંબગોળ કે રકાબીના આકારનાં, ખૂણિયા પડદાવાળાં, નરફૂલોમાં પુંકેસરો ૨ થી ૩૦ તંતુઓ ગોળ સ્તંભની અંદર જોડાયેલાં, પરાગકોશ બે પોલવાળાં, છૂટાં કે જોડાઈને લોંદા જેવાં થયેલાં, લંબાઇને વિકાસી થાય છે. માદાફૂલોમાં ગર્ભાશય ઊર્ધ્વગામી, બોડાં, એક પોલવાળાં, નલિકા થોડી બોડી, આદિબીજ એક હમેશા તળિયે આવેલું ફળો માંસલ, ઘણે ભાગે વિકાસી, બે પડવાળાં, બીજડાં ભરપૂર ચરબીમય અને કેટલીકવાર સ્ટાર્ચવાળાં, ઘણે ભાગે ચાવતાં મોઢામાં વાગોળાય તેવાં, પ્રત્યંકુર નાનાં, દળ ઊંચે ચડતાં ફેલાયેલાં અને કેટલીક વખત બેવડાં હોય છે. તે ઉષ્ણકટિબંધના ઘણા દેશો, હિંદ અને અમેરિકમાં પુષ્કળ થાય છે. ઘણાંખરાં ઝાડોમાંથી થડમાં છેદ કરતાં રાતો લોહી જેવો રસ વહે છે તે દંભક છે. રાસાયણિક ક્રિયાથી તેની અંદરથી રાતો રંગ છૂટો થાય છે. તેનાં બીજ સુગંધી, તેજદાર, દંભક, માદક અને કેટલાકનાં ઝેરી હોય છે. બીજ ઉપરની વધારાની છાલ જાવંત્રી બીજ જેવા જ ગુણવાળી હોય છે. ઘણાં ઝાડમાંથી ચરબી જેવું ઘટ્ટ કે પ્રવાહી સુગંધી તેલ કે કપૂર જેવું નક્કર સુગંધી તેલ નીકળે છે. આ તેલમાં કેટલાંક ગરમ, માદક, ગ્રાહી, વાતહર, કોઇક ઝેરી, કોઈક ખાદ્ય હોય છે. તે રંગોમાં મેળવવા, સાબુ, મીણબત્તીઓ બનાવવા, લાકડા લોઢાને ચોપડવા, દીવા બાળવા વગેરેમાં વપરાય છે. રસ સંધિવા અને બીજ વાતરોગ ઉપર ચોપડાય છે. તેનાં લાકડાં ખૂબ રાતાં, કેટલાકનાં રાળમય કે લાખ જેવાં હોય છે. તે રમકડાં કે ઘર શણગારની નાની વસ્તુઓ બનાવવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.