તોલાસન

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( યોગ ) એ નામનું એક આસન. મત્સ્યાસનમાં બતાવ્યા મુજબ સૂઈ જવું. હાથ કમ્મરની આજુબાજુમાં રાખવા. ત્યારપછી મૂઠી વાળીને કમ્મરના ભાગને જમીનથી અધર ઉપાડવો. કમ્મર ઊપડી કે તરત કોણીએથી મૂઠી સુધીના હાથના ભાગને કમ્મર નીચે રાખી દેવો તે આખા શરીરને હાથના આધારથી જમીન ઉપર કડક રાખવું. આંખથી પગને જોવા. શ્વાસ ચાલુ રાખવો. ઢીંચણ તથા માથાનો ભાગ સમ પ્રમાણમાં હોવાં જોઈએ અર્થાત્ માથાનો ભાગ ઢીંચણથી ઊંચો નહિ તેમ જ નીચો પણ નહિ. આખા શરીરને હાથ ઉપર તોલવું પડે છે, તેથી આ આસનને તોલાસન કહે છે. આ આસનથી પેટનો ભાગ વધારે કડક થશે, શરીરનો દરેક સ્નાયુ જોરથી કામ કરશે અને પેટના અવયવોમાં શક્તિ આવી જશે. આ આસન એક દિવસ સુધી રોજ સવારે સ્નાન કર્યા પછી ખાધાપીધા વિના ૧ મિનિટ કરવું. ૬થી ૯ દિવસ સુધી ૧।। મિનિટ, ૯થી ૧૪ દિવસ સુધી ૩ મિનિટ, ૧૪થી ૨૦ દિવસ સુધી ૨।। મિનિટ, ૨૦થી ૨૬ દિવસ સુધી ૩ મિનિટ, ૨૬થી ૩૮ દિવસ સુધી ૪ મિનિટ અને ૩૮ દિવસ પછી પ્રકૃતિ અનુસાર ૪થી ૫ મિનિટ સુધી કરવું.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects