पुं.
( સંગીત ) ભૈરવના આઠ માંહેનો એક પુત્ર રાગ. આ રાગ સંપૂર્ણ છે. તેમાં ખરજ શુદ્ધ, રિખબ કોમળ, ગંધાર તીવ્ર, મધ્યમ તીવ્ર, પંચમ શુદ્ધ, ધૈવત કોમળ, નિખાદ તીવ્ર એ પ્રમાણે સાતે સ્વર આવે છે. તેમાં રિખબ વાદી સ્વર, ધૈવત સંવાદી તથા ગંધાર અનુવાદી સ્વર છે અને ધૌલસરી એટલે ધવલ, ધનાશ્રી ટંક, મંગલાષ્ટક તથા કાન્હરાથી મિશ્ર છે. આ રાગને કોઈ ખાંડવ પણ લખે છે. તેમાં રિખબ વર્જ્ય સમજવો અને કોઈ ઓડવ પણ લખે છે. તેમાં રિખબ, પંચમ બે વર્જ્ય છે. તે ગાવાનો વખત સંધ્યા પહેલાંનો છે. આ રાગની ચાર જાતિ છેઃ શુદ્ધ પૂરિયા, ધન્યાશ્રી પૂરિયા, બિભાસ પૂરિયા અને કલ્યાણ પૂરિયા અથવા રાતની પૂરિયા. તે રાતની પૂરિયામાં ગંધાર મધ્યમ, ધૈવત, નિખાદ તીવ્ર અને રિખબ કોમળ છે. ધૈવત ગ્રહ સ્વર અને વાદી સ્વર છે. ખરજ ન્યાસ છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.