न.
[ સં. ]
પૂછડીમાંથી પ્રકાશ નીકળતું એક જાતનું જીવડું; `ગ્લોવર્મ`. દીપકકીટનાં સંવનનનાં દૃશ્ય ભવ્ય હોય છે. રાત્રિના સૂમસામ અંધકારમાં જ્યારે કંસારી, તમરાઓના અવાજ આવતા હોય છે કે દશરથિયું કે ચકી દૂર દીર્ઘ દીસતા પ્રભાતની રાહ જોતાં સ્વરપોકાર કવચિત્ કરે છે, ત્યારે ભૂમિતિની મેળબંધ જુદી જુદી આકૃતિ માફક પ્રકાશજ્યોતિ ચાલી આવતી દીસે છે. તે નીલો પ્રકાશ આ દીપકકીટોનો હોય છે. આ પ્રકાશ કો વીરાંગનાના ગૃહની બારીમાં બળતા ઝાંખા લીલા દીપક જેવો દીસે છે. તેની માદાઓને પ્રકાશરજ હોતી નથી. પસંદગી કરવા તેઓ નર કીટોની સાથે પ્રયાણ કરે છે. આ બધું જાદૂઈ જેવું દીસે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.