न.
એક જાતનું પંખી. તે આશરે સાત ઇંચ લાંબું હોય છે. તેનું આખું માથું ચળકતું, આસમાની રંગનું હોય છે. તેની ચાંચમા અને આંખમાં થઈને પહોળી રેષા ઠેઠ ખભા સુધી જાય છે. માદા પંખીને ઉપલાં પીછાં અને પાંખ પીળાશ પડતાં ભૂખરાં હોય છે. તેનાં હડપચી અને ગળું ધોળાશ ઉપર હોય છે. હિમાલયના નીચલા પ્રદેશમાં ઉનાળાનું તે ગીતપંખી છે. ખુલ્લા જંગલમાં ઝાડ ઉપર કે વાડ ઉપર તે બેસે છે. ટીયુ-ટિ-ડિ-ટીયુ-ટિ-ડિ-ટીયુ-ટિ-ડિ એમ ત્રિશબ્દી સૂરથી ખાસ કરીને સવાર સાંજ તે બોલે છે. તેને સંતાઈને રહેવું ગમે છે. તે જંતુઓ અને બોર જેવાં ફળ ખાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.