પેટલાદ તરફ રમાતી એ નામની એક દેશી રમત. રમનાર છોકરો એક મોટું કૂંડાળું કરી, પલાંઠી વાળે ઉપર સળંગ લૂગડું ઢાંકી બેસે. દાવવાળો છોકરો કૂંડાળામાં વચ્ચોવચ નીચું માથું કરી પોતે જોઈ શકે નહિ એમ બેસે. પછી દાવ લેનારમાંથી એક જણ દાવવાળા છોકરાને દડો વાગી સામા છોકરા પાસે જાય એમ દડો નાખે. જે છોકરા પાસે દડો જાય તે છોકરો ઢાંકેલ લૂગડામાં દડો સંતાડી પગ તળેથી પાસેના છોકરાને આપે. તે વળી બીજાને આપે. એમ કરતાં જે છોકરો ચાલાક હોય તે માલૂમ ન પડે તેમ તે દડો પોતાની પાસે સંતાડી દે. દડો સંતાડતી વખતે બધા છોકરા ધાણીપાપડશેલવો, બરડા વચ્ચે મેલવો, એમ ગાતા જાય. પછી ઢાંકેલું લૂગડું દૂર કરી દાવવાળા છોકરાને દડો શોધવાનું કહેવામાં આવે. જે છોકરાને તે બતાવે તેની પાસેથી દડો નીકળે તો તેને માથે દાવ આવે. દાવ દેનાર જેનું નામ આપ્યું હોય તેની પાસેથી દડો ન નીકળે તો તેને માથે દાવ કાયમ રહે, એટલે ફરીથી ઉપર પ્રમાણે પાછું કરે. એ રીતે કરતાં કરતાં જેનું સાત વખત ખોટું પડે તેને માથે પાકો દાવ આવ્યો ગણાય. આ પ્રમાણે એક જણને માથે પાકો દાવ ઠરાવ્યા પછી દાવ વગરન બીજા છોકરાઓમાંથી ગમે તે એક જણ દડો હાથમાં લઈ દાવવાળા છોકરાને મારે. એમ રમનાર છોકરાઓમાંથી જેના હાથમાં દડો આવતો જાય તે દાવવાળાને મારતો જાય. જ્યારે દાવવાળાના હાથમાં દડો આવે ત્યારે તેને માથેથી દાવ ઊતરે અને રમત પૂરી થાય.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.