ક્રિ○વિ○
ના, નહિ. પણ બધે સ્થળે આ પર્યાયો સમાનતાથી વપરાતા નથી; જેમકે ‘ન આવું’ અને ‘નહિ આવું’ બેઉનો અર્થ સરખો નથી. પહેલામાં સંશયાર્થ છે, બીજામાં વિધ્યર્થ છે, વળી ‘આવું નહિ’ એ ‘ન આવું’નો અર્થ આપે છે, પણ પ્રયોગમાં ‘આવું ન’ કહી શકાતું નથી. ‘ન’ને સ્થળે ‘ના’ તળગુજરાતમાં મર્યાદિત છે કે જેવો ‘નો’ પૂર્વ સૌરાષ્ટ્રમાં. ‘ન’, ‘ના’, ‘નો’ ક્રિયાપદની પછી નથી આવતા, ‘નહિ’ આવી શકે છે. વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં નિશ્ચયાર્થે પ્રયોગે ‘ન’ કે ‘ના’ પ્રયોજાતા નથી; હકીકતે વિધ્યર્થ આજ્ઞાર્થ અને ક્રિયાતિપત્ત્યર્થમાં જ પ્રયોજાય છે. (૨) સમાસના આરંભમાં નકારાર્થે: ‘નગણ્ય’, ‘નધણિયાતું’, ‘નમૂછિયું’ વગેરે. (૩) હકારાર્થે ક્વચિત્: ‘નકોરડો’
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.