पुं.
[ સં. ]
નગર વગેરેની સ્થાપના. અગ્નિપુરાણમાં લખ્યું છે કેઃ શહેર વસાવવા માટે રાજાએ પહેલાં એક કે અર્ધા યોજન લાંબું સુંદર સ્થાન પસંદ કરવું અને બજાર વગેરે બનાવવાં જોઈએ. નગરના અગ્નિકોણમાં સોની વગેરે માટે, દક્ષિણમાં નાચગાન કરનાર તથા વેશ્યાઓ માટે, નૈઋત્યમાં નટો, ખારવા, માછીમાર વગેરે માટે, પશ્ર્ચિમમાં રથ અને શસ્ત્ર આદિ બનાવનાર માટે, વાયવ્ય કોણમાં નોકરચાકર અને દાસો આદિ માટે, ઉત્તરમાં બ્રાહ્મણ, યતિ અને સિદ્ધો આદિ માટે, ઈશાનકોણમાં ફળફળાદિ તથા અન્ન વગેરે વેચનાર માટે અને પૂર્વમાં યોદ્ધાઓ આદિને રહેવા માટે સ્થાન બનાવવું જોઈએ. આ ઉપરાંત પૂર્વમાં ક્ષત્રિયો માટે, દક્ષિણમાં વૈશ્યો માટે, પશ્ર્ચિમમાં શુદ્રો માટે સ્થાન રાખવું અને નગરની ચોતરફ સેના રાખવી જોઈએ. દક્ષિણમાં શ્મશાન, પશ્ર્ચિમમાં ગાય આદિને રહેવાને તથા ચરવાને માટે જમીન અને ઉત્તરમાં ખેતર હોવાં જોઈએ. નગરમાં ઠેકઠેકાણે દેવમંદિર હોવાં જોઈએ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.