पुं.
ગુજરાતના એ નામના એક મહાન કવિ. તે સાહસિક, વીર, સુધારક અને સ્વદેશાભિમાની હતા. સને ૧૮૩૩માં સુરતમાં વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમને જન્મ થયો હતો. તેમના પિતા લાલશંકર લહિયાનું કામ કરતા, ગાઈ જાણતા. શામળ ભટ્ટની વાર્તાઓ પહેલવહેલી બાપુ હરિ શેઠે શિલાછાપમાં બહાર પાડી, ત્યારે આ કવિના પિતા જ તેમને પ્રેરણા આપનાર, તેમ જ પુસ્તકો આણી આપનાર હતા. બાર વર્ષની ઉમરે કવિ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા અને પાંચ વર્ષે કોલેજમાં દાખલ થવાની પરીક્ષા પસાર કરી કોલેજમાં ગયા, પણ તરતમાં જ તેમનાં માતૃશ્રી ગુજરી જવાથી એ સુરત જઈને ઘર માંડીને રહ્યા. સને ૧૮૫૨માં રાંદેરમાં મહેતાજી થયા અને ૧૮૫૩માં રૂ. ૧૫થી સુરતમાં જ નાનપરાની નિશાળમાં બદલાયા. આ વર્ષમાં એ વિધુર થયા, તેથી સુરત છોડી પાછા મુંબઇ ગયા. ત્યાં બુદ્ધિવર્ધક સભા કાઢી ફરી કોલેજમાં દાખલ થયા. પરંતુ પરીક્ષા પાસ કરી પ્રખ્યાત થવાના વિચારમાં મશગૂલ રહેવાથી ૧૮૫૬માં કોલેજ છેવટને માટે છોડી અને કવિ તરીકે કામ કરવા લાગ્યા. સંસ્કૃત તથા વ્રજભાષાના પુસ્તકો શોધી, વાંચી અને ૧૮૫૭માં તેણે પિંગળપ્રવેશ પ્રકટ કર્યો અને પછી રસ અને અલંકાર ભણી તે સંબંધી પુસ્તકો પણ તરતમાં જ બહાર પાડ્યાં. પછી પૂના જઈ લઘુકૌમુદી તથા વિક્રમોર્વશીય શીખ્યા અને કાવ્ય, રસ, અંલકાર સંબંધી બીજા પુષ્કળ ગ્રંથો વાંચ્યા. આમ ૧૮૫૮માં કવિ થવાનો પ્રયત્નકાળ પૂરો થયો અને ત્યારથી સર્વ પ્રકારની નોકરી મૂકી દીધી. એમણે લખ્યું છે કે, મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં ઝળહળિયાં સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું. ત્યાર પછી રુકિમણીહરણ, ઋતુવર્ણન, વનવર્ણન તથા પ્રવાસવર્ણન, હિંદુઓની પડતી વગેરે લખ્યાં અને સને ૧૮૬૪માં ડાંડિયો નામનું પખવાડિક કાઢવા માંડ્યું. સને ૧૮૬૫માં નમગદ્ય પાડ્યું. રાજ્યરંગ લખવા માટે લગભગ ૨૦૦ પુસ્તકો કવિએ વાંચ્યાં હતાં. નર્મકવિતાના કઠણ શબ્દોનો કરવા માંડેલો કોષ પુષ્કળ સુધારા સાથે નર્મકોષરૂપે ૧૮૬૮માં બહાર પાડ્યો. આ ભગીરથ કાર્ય એમણે એકલે હાથે, કોઈ પણ આર્થિક મદદ સિવાય ઉપાડ્યું હતું. તેનો વિચાર કરીએ છીએ, ત્યારે કવિના સાહસ તથા ઉત્સાહ માટે ભારે માન ઊપજે છે. સને ૧૮૫૬ પછીનો દશકો કવિના ધાર્મિક તેમ જ સામાજિક વિચારમંથનનો હતો. વિધવાવિવાહની તરફધારી કરતાં તેમને ખૂબ સોસવું પડ્યું હતું. પરંતુ ધીમે ધીમે તેમના સુધારાના ઊછળતા વિચારો શાંત પડ્યા હતા અને નિખાલસપણે ધર્મવિચાર છપાવીને પોતાનું સનાતન ધર્મ તરફનું વલણ જાહેરમાં મૂકવાની હિંમત બતાવી. તેમનાં કાવ્યોમાં જુસ્સો છે. જીવનને જેબ આપે, ચાલુ જીવનની ખામીઓ બતાવે અને દેશ સમસ્તને અમુક માર્ગે દોરવામાં આવાહન કરે તેવી જાતનું તેમનામાં ઘણું હતું. કવિતા એ હૃદયની લાગણી છે. ઉન્માદ દશામાં આવી ગયા પછી ચિત્તમાં જે ક્ષોભ થાય તેના ઉદ્ગારરૂપે તે નીકળવી જોઈએ એમ પોતાની સમજ હોવાથી પોતાની ખાનગી લાગણીઓને કવિતા દ્વારા ઉતારવાનો તેમણે પહેલ કરી અને આત્મલક્ષી કાવ્યો પુસ્તકો લખવાની શરૂઆત કરી. એમની લાગણીઓ રોળાવૃત્તની કવિતામાં વિશિષ્ટ રીતે દીપી નીકળે છે. અંગ્રેજી સાહિત્યની સૌથી પ્રથમ અસર નર્મદાશંકરની કવિતામાં જોવામાં આવે છે. નર્મદાશંકરની કીર્તિ કવિ કરતાં ગદ્યલેખક તરીકે વિશેષ અમર રહેશે. તેમને અર્વાચીન ગુજરાતી ગદ્યશૈલીના પિતા કહીએ તો કાંઇ અતિશયોક્તિ નથી. તેણે નિબંધો, ઇતિહાસ, કવિચરિત્રો, સંસારસુધારાના વિષયો, નાટકો વગેરે અનેક પ્રકારના ગ્રંથો રચ્યા છે. નર્મકોષ, નર્મગદ્ય, નર્મકથાકોષ અને ધર્મવિચાર એ નર્મદના કીર્તિસ્તંભો છે. કવિનું હૃદય લાગણીઓથી ભરપૂર, સ્વદેશપ્રેમ અને ભાષાપ્રેમથી ઊભરાતું હતું. સ્પષ્ટ વિચાર, સ્પષ્ટ ભાષા અને ઉન્માદ એ નર્મદશૈલીનાં લક્ષણો છે. વિદ્યાનો આનંદ, દેશાભિમાની મસ્તી, સ્પષ્ટ વાણી, નિઃસ્પૃહી ભાવના, ઊંચી ટેક અને સારી દેશદાઝ એ ગુણો નર્મદાશંકરમાં મૂળથી છેવટ સુધી અખંડિત જ્યોતિથી જ પ્રકાશી રહ્યા હતા.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.