पुं.
[ સં. નષ્ટ ( નાશ પામેલ ) + અશ્વ ( ઘોડો ) + દગ્ધ ( બળેલ ) + રથ ( ગાડી ) + ન્યાય ( દૃષ્ટાંત ) ]
( ન્યાય ) બે માણસ એકબીજાની ચીજનો ઉપયોગ કરી પોતાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે તેને માટે દેવાતો એક જાતનો ન્યાય. એક માણસ રથમાં બેસી વનમાં જતો હતો. વનમાં આગ લાગવાથી તેનો ઘોટો મરી ગયો. તે બહુ વ્યાકુળ થઈને ફરતો હતો, તેવામાં તેને બીજો એક માણસ મળ્યો, જેનો રથ બળી ગયો હતો અને ઘોડો બચ્યો હતો. આથી બંનેએ એકબીજાની ચીજોનો ઉપયોગ કરી ઘોડો રથમાં જોડી ઇચ્છિત સ્થાને પહોંચ્યા. આ પ્રમાણે જ્યાં બે માણસ એકબીજાની ખામી પૂરી પાડી કામ કરે, તેને માટે આ ન્યાય દેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.