स्त्री.
[ સં. ]
ગુરુ નિતંબ; નિતંબ ઉપરની એ નામની એક પેશી. પંખાના જેવા આકારની આ મોટી અને જાડી પેશી નિતંબ બનાવવામાં મુખ્ય ભાગ લે છે. આ પેશીના થોડાએક તંતુ ઊરુકંચકમાં પણ લાગેલા છે. ઊર્વસ્થિના મહાશિખરક ઉપર થઈને પસાર થતી આ પેશીની કંડરા તથા તે શિખરક વચ્ચે એક શ્લેષ્મધરકલાપુટ રહેલું હોવાથી ત્યાં ઘર્ષણ થતું નથી. નિતંબપિંડિકાનું મુખ્ય કામ ઊર્વસ્થિને પાછલી બાજુ તરફ ખેંચવાનું તેમ જ બહારની બાજુ તરફ ફેરવવાનું છે. આગળ વાંકા વળીને ફરી પાછા ટટ્ટાર ઊભા રહેવામાં તે મદદ કરે છે, કારણ તે આખા શ્રોણિચક્રને પાછલી બાજુ તરફ ખેંચે છે. મનુષ્યોને ઊભા રહેવામાં તથા બંને પગ ઉપર ચાલવામાં આ પેશી ખાસ અગત્યની છે. ચાર પગે ચાલનારાં જાનવરોમાં આ પેશી પૂરતી વિકાસ પામેલી નહિ હોવાથી તેઓ ઊભાં રહી શકતાં નથી, તેમ જ પાછલા પગ ઉપર ઊભાં ચાલી શકતાં નથી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.