पुं.
[ સં. નિયત ( નક્કી કરેલ ) + વ્યવહાર ( સંસારનું કામકાજ ) + ઇક ( વાળું ) + કાલ ( વખત ) ]
( જ્યોતિષ ) પુણ્ય, દાન, વ્રત, શ્રાદ્ધ, યાત્રા, વિવાહ વગેરે માટે નક્કી કરેલો વખત. જ્યોતિષમાં કાલમાન નવ પ્રકારનું માનેલ છેઃ સૌર, સાવન, ચાંદ્ર, નાક્ષત્ર, પિત્ર્ય, દિવ્ય, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને બાર્હસ્પત્ય. તેમાંથી પુણ્ય, દાન વગેરે કામો માટે સૌર, સાવન અને ચાંદ્ર એમ ત્રણ પ્રકારનાં કાલમાન લેવાય છે. સંક્રાંતિ, ઉત્તરાયણ, દક્ષિણાયન વગેરે પુણ્ય કાળ સૌર કાળ પ્રમાણે નિયત કરેલ છે. તિથિ, કરણ, વિવાહ, ક્ષૌર, વ્રત, ઉપવાસ તથા યાત્રા વગેરેમાં ચાંદ્રકાલ લેવાય છે. જન્મ તથા મરણનાં સૂતક, ચાંદ્રાયણ વગેરે પ્રાયશ્ચિત્ત, યજ્ઞદિનાધિપતિ, માસાધિપતિ, વર્ષાધિપતિ તથા ગ્રહોની મધ્યગતિ વગેરેનો નિર્ણય સાવન કાલ પ્રમાણે થાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.