पुं.
એ નામનો એક સંત. એનુ મૂળ નામ લક્ષ્મીદાસજી હતું. તે મારવાડમાં જયપુર પાસે આવેલા જાઈલ ગુરુદ્વારના હતા. તેમના અદ્ભુત પ્રભાવ સંબંધમાં અનેક પ્રચલિત દંતકથા સાથે સુરતમાં તેમના પ્રાચીન અવશેષો આજે પણ હયાત છે. તેમના જીવન વિષેનાં કાવ્યો કવિ દુલારામે રચ્યાં છે. નીચેની એક સાખી દુલારામની મુઘલ સમયની અંધાધૂંધી વિષેની કવિતામાંથી મળે છે.
સુરત સીનેકી મુરતમેં અંધપતશાહી પ્રમાણ; મોગલ મદમર્દનકે લીયે પ્રગટ ભયો નિર્વાણ.
તેમનું પ્રથમ સ્થાન બારડોલી તાલુકામાં સરભોણ ડુંગરી આગળ હતું અને આજે તેમનું સ્થાન ત્યાં હયાત છે. માન્યતા પ્રમાણે તેઓ નવાબી મહેલથી થોડે દૂરના કબ્રસ્તાનમાં બેસી નમાજ સમયે શંખ ફૂંકતા. નવાબે તેમને કત્લ કરવાનો હુકમ કર્યો, પણ પોતે જાતે કત્લ થઈ છિન્નભિન્ન અવસ્થામાં પડ્યા હતા. છતાંય નમાજને વખતે શંખધ્વનિ થતો. નાયબે જાતે આવી તેને ખાજું ખવડાવવા યત્ન કર્યો. માંસનો થાળ ઉઘાડતાં તેમાંથી પુષ્પહાર અને મદિરામાંથી દૂધ નીકળ્યું હતું. નવાબે જ્યારે તેમને ચાલ્યા જવાનો હુકમ કર્યો, ત્યારે પોતાની કંથા એટલે ગોદડી જ્યાં નવાબ ફેંકી આવે ત્યાં જવા કબૂલ કર્યું, પણ માણસો અને હાથી તે ગોદડી ખસેડી શક્યા નહિ. નવાબે રહેવા માટે મંદિર બંધાવી આપવા તથા બીજું ઘણુંયે આપવા નિર્વાણ નામથી સંબોધ્યા હતા, ત્યારથી તેઓ નિર્વાણ એટલે મુક્ત પુરુષ કહેવાયા. નવાબે તેમને કસોટી ઉપર ચડાવ્યા બાદ પ્રસન્ન થઈ વચન માગવાનું કહેતાં, સંતે અમુક શરતે કેટલીક જાગીર નવાબ પાસેથી બક્ષિશ તરીકે મેળવી હતી. નવાબમાં સંત પ્રત્યે અગાધ અનુરાગ હતો. તેઓ બંને એક જ દિવસે સ્વધામ સિધાવ્યા હોવાનું કહેવાય છે. હાલ નિર્વાણ સાહેબનું પુરાણું તથા નવું એમ બે મંદિર છે. નિર્વાણ સાહેબ બાણશય્યામાં જ શયન કરતા. નવાબે શિષ્ય થવા મરજી બતાવી, પરંતુ તે વિધર્મી હોવાથી સંતે નકારી. તેમને બીજા જન્મમાં શિષ્ય કરવા એવા એકબીજા સાથે કોલ થયા હતા. નવાબે પ્રેમોપાસના તથા સંસ્કૃતિના પ્રભાવે દક્ષિણમાં તીરુપતિ બાલાજી નામ ધારણ કરી, એક હિંદુ રાજાને ત્યાં અવતાર લીધાનું કહેવાય છે. સમાધિસ્થ થયા પછી નિર્વાણ સાહેબે બીજા રૂપમાં હાથીરામના વેશમાં ત્યાં જઈ તીરુપતિ બાલાજીને ઉપદેશ આપી શિષ્ય કર્યા એમ મનાય છે. પોતાની લાખોની ઊપજવાળી જાગીર ગુરુદક્ષિણામાં તીરુપતિએ હાથીરામને આપી. હાલ પણ તે તેના શિષ્યોની માલિકીની ગણાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.