न.
[ અં. ]
આગબોટમાં માલ ભરવાની જગ્યાનું માપ. ટનેજ ગણવાની જુદી જુદી રીત છે. આગબોટ જે વેળા કોઈ બંદરમાં આવે છે તે વખતે તેની પાસેથી ત્યાંના રોકાણ બદલ બંદરના અધિકારીઓ કંઈક વિશિષ્ટ ફી માગે છે. આ ફી ઘણે ભાગે તેના ગ્રોસ ટનેજને ઉપર ઠરાવવામાં આવે છે. આ ગ્રોસ ટનેજને બોટના વજન સાથે કશો સંબંધ નથી હોતો, પણ બોટની એકંદર જગ્યાનું જે આકારમાન એટલે ઘનમાપ હોય તેના દરેક ૧૦૦ ઘનફૂટે એક ટન લેખે ગ્રોસ ટન ગણવા એવો ઇંગ્લંન્ડનો કાયદો છે અને બીજા દેશોમાં પણ તે જ પદ્ધતિ ચાલે છે. આ ગણિતમાં કોઈ જગ્યા હિસાબમાં ન લેવાય તો ચાલે. એથી ઊલટું બોટનો નેટ ટનેજ કહો એટલે તેનો અર્થ તેમાં માલ ભરવાની જગ્યા કેટલી છે તે થાય છે. બોટનું એકંદર ઘનમાપ લઈને તેમાંથી ખલાસીને રહેવાની જગ્યા, યંત્રો વગેરે ફાલતુ જગ્યાઓનું ઘનમાપ બાદ કરીને તેનું નેટ ટનેજ કાઢવામાં આવે છે. આથી જુદી જુદી બોટનું ટનેજ વધુ ઓછું થાય છે, પણ સરાસરીમાં તે ગ્રોસ ટનેજનું ૨/૩ જેટલું વજન થાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.