पुं.
નૈયાયિક મતમાં માનનાર ત્યાગી પુરુષ. નૈયાયિક મતી સાધુઓના વેષ અને આચાર સંબંધે કહેવાય છે કેઃ તે સાધુઓ દંડ રાખે છે, મોટી લંગોટી પહેરે છે, શરીરે કાળી કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચોળે છે, જનોઈ પહેરે છે, જલપાત્ર કમંડલુ રાખે છે, રસકસ વિનાનું ભોજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું રાખે છે, કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરોણાગત કરવામાં ઉજમાળ રહે છે. તેઓ બે જાતનાં હોય છેઃ એક સ્ત્રી વિનાના અને બીજા સ્ત્રીવાળા. સ્ત્રી વિનાનાને ઉત્તમ માનવામાં આવે છે. જેઓ બ્રહ્મચારી છે તેઓ પંચાગ્નિ તપ તપે છે અને જ્યારે સંયમની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તેઓ નગ્ન રહે છે. તેમને નમસ્કાર કરનારા ૐ નમઃ શિવાય બોલે છે અને તે સાધુઓ તે નમસ્કાર કરનારાઓ પ્રતિ નમઃ શિવાય કહે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.