न.
[ સં. ]
પ્રધાન દેવતા; પરાશક્તિ. મૂલ પરાદેવતા એટલે શક્તિતત્ત્વનું સ્વરૂપ ચિન્મય અને આનંદમય સ્વભાવનું છે અને તે મધ્ય આનંદઘન ચેતનમાંથી ત્રણ રેખાઓ પ્રકટ થાય છે. મધ્યકેંદ્રને પરબિંદુ અથવા પ્રધાન દેવતા કહે છે. બ્રહ્મની આદ્યા શક્તિના ત્રણ વિભાગને પ્રાચીન ઉપનિષદોમાં અનેક નામની વ્યવહરે છે. ઋગ્વેદની ઐતરેય શાખાના બ્રાહ્મણના ઉપનિષદમાં કહ્યું છે કે: સ ઐક્ષત એટલે તે પરમાત્માએ સંકલ્પ કર્યો અથવા દૃષ્ટિ ઉઘાડી. ભીતરની ઇચ્છાશક્તિનો આ કેંદ્રીભાવ કહેવાય છે તેને પાછળના તંત્રશાસ્ત્રમાં પરબિંદુ કહે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.