स्त्री.
અધિક માસની કૃષ્ણ પક્ષની અગિયારશ. આ એકાદશી પવિત્ર અને સકલ પાપનો નાશ કરવાવાળી મનાય છે. તથા સ્ત્રી અને પુરુષને ભુક્તિમુક્તિ આપનારી છે, તેથી તેનું નામ પરમાં એકાદશી પડ્યું છે. એ એકાદશીને દિવસે નરોત્તમ નામે દેવનું પૂજન કરાય છે. આ એકાદશીને વિષે એવી હકીકત છે કે, સુમેધા નામનો ઘણો ધાર્મિક બ્રાહ્મણ હતો. તેની સ્ત્રી પવિત્ર અને પાતિવ્રત્ય વિષે પરાયણ હતી. કર્મની ગતિથી તે બ્રાહ્મણ ધનધાન્યહીન થયો. તેણે ઘણા લોકો પાસે ભિક્ષા માગી, પણ તે તેને મળી નહિ. કૌંડિલ્ય નામે ઋષિની સલાહથી બંનેએ પરમા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવે બંને આ લોકમાં અતિ સુખ ભોગવી મુક્તિ પામ્યાં.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.