न.
[ સં. ]
પાણિનિનું અષ્ટાધ્યાયી વ્યાકરણ. સર્વદર્શનસંગ્રહકારે પાણિનિના વ્યાકરણને પણ દર્શનની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. આ દર્શનમાં મત પ્રમાણે સ્ફોટ નામનો નિરવયવ નિત્ય શબ્દ જ જગતના આદિકારણરૂપ પરબ્રહ્મ છે. અનાદિ અનંત અક્ષર શબ્દરૂપ બ્રહ્મમાંથી જગતની બધી ક્રિયાઓ અર્થરૂપે નીકળી છે. આ દર્શનમાં શબ્દના બે ભેદ માનવામાં આવે છેઃ નિત્ય અને અનિત્ય. નિત્ય શબ્દ સ્ફોટ માત્ર જ છે, સંપૂર્ણ વાર્ણાત્મક્ શબ્દ અનિત્ય છે. અર્થબોધનું સામર્થ્ય કેવળ સ્ફોટમાં છે. વર્ણ તેની એટલે સ્ફોટની અભિવ્યક્તિ માત્રાનું સાધન છે. અગ્રિ શબ્દમાં અકાર, ગકાર, નકાર અને ચારે વર્ણ મળીને અગ્નિ નામના પદાર્થનો બોધ કરાવે છે. હવે જો ચારેયમાં અગ્નિ વાચકતા માનવામાં આવે તો એક જ વર્ણના ઉચ્ચારણની સાંભળનારને અગ્નિનું જ્ઞાન થઈ જવું જોઈતું હતું, બીજા વર્ણ સુધીના ઉચ્ચારણથી જરૂરિયાત હોવી જોઈતી નહોતી. પણ એમ નથી. થતું. ચારે વર્ણોના ભેગા થવાથી જ તેમાં અગ્નિ વાચકતા આવતી હોય તો તે પણ ઠીક નહિ, કારણ કે બીજા વર્ણના ઉત્પત્તિકાળમાં પહેલા વર્ણનો નાશ થઈ જાય છે. તેમનું એકત્ર અવસ્થાન અશક્ય જ છે. તેથી માનવું પડશે કે, તેના ઉચ્ચારણથી જે સ્ફોટની અભિવ્યક્તિ થાય છે, વસ્તુતઃ તે અગ્નિનો બોધક છે. એક વર્ણના ઉચ્ચારણથી પણ આ અભિવ્યક્તિ થાય છે, પણ યથેષ્ટ પુષ્ટિ થતી નથી. તેથી ચારેયનું ઉચ્ચારણ કરવું પડે છે. જે રીતે આસમાની, પીળા, લાલ વગેરે રંગોનું પ્રતિબિંબ પડવાથી એક જ સ્ફટિકમણિમાં સમયે અનેક રંગ ઉત્પન્ન થયા કરે છે. તે રીતે એક જ સ્ફોટ ભિન્ન ભિન્ન વર્ણ દ્વારા અભિવ્યક્ત થઈને ભિન્ન ભિન્ન અર્થોનો બોધ કરાવે છે. આ સ્ફોટનેજ શબ્દસાસ્ત્રજ્ઞોએ સચ્ચિદાનંદ બ્રહ્મ માનેલ છે. તેથી શબ્દશાસ્ત્રની આલોચના કરતાં કરતાં ક્રમશઃ અવિદ્યાનો નાશ થઈ ને મુક્તિ પ્રાપ્ત થાય છે. સર્વદર્શનસંગ્રહકારના મત પ્રમાણે વ્યાકરણશાસ્ત્ર અર્થાત્ પાણિનિય દર્શન બધી વિઘાઓમાં પવિત્ર, મુક્તિના દ્રાર સ્વરૂપ અને મોક્ષ માર્ગોમાં રાજમાર્ગ છે. સિદ્ધિ મેળવવાની ઇચ્છાવાળાએ સૌથી પહેલાં આની ઉપાસના કરવી જોઈએ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.