પાર્શ્વકપાલ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

ખોપરીની બંને બાજુ ઉપર આવેલાં ચોખડાં કપાલાસ્થિ માંહેનું દરેક. તેઓ પુર:કપાલ અને પશ્ર્ચિમકપાલની વચ્ચે આવેલાં છે. માથાની મધ્યરેખામાં તેઓ પરસ્પર જોડાય છે. એ રીતે તેઓ ખોપરીની બાજુઓ તથા ઢાંકણ બનાવવામાં સહાયભૂત થાય છે. દરેક પાર્શ્વકપાલને અંદરની તથા બહારની એમ બે બાજુઓ, ચાર ધારાઓ તથા ચાર ખૂણા છે. બહિસ્તલ અથવા બહારની બાજુનો આકાર કાચબાની ઢાલ જેવો બહિર્ગોલ છે. તેના ઉપર આવેલો ગોળા જેવો ઊંચો ભાગ પાર્શ્વકુંભ તરીકે ઓળખાય છે. એજ બાજુ ઉપર બે ધનુષ્યના જેવી વાંકી રેખાઓ, શંક્તોરણિકા ઉત્તરા અને શંખતોરણિકા અધરા તરીકે ઓળખાય છે. આ રેખાઓ નીચેના સહેજ ઊંડાણવાળા પ્રદેશમાંથી શંખચ્છદા પેશી ઉદ્દભવે છે. અંતસ્તલ અથવા અંદરની બાજુ અંતર્ગોળ અને ખડબચડી છે. આમાંના કેટલાએક ખાડા મગજની બહારની બાજુ ઉપરનાં વળાં માટે, કેટલાએક મસ્તિષ્કકલાપોષણી મધ્યમ ધમની શાખાઓ માટે, જ્યારે કેટલાએક કલાગ્રંથિઓ રહેવા માટે છે. પાર્શ્વકપાલની ચારે ધારાઓ દાંતાવાળી છે. તેની ઉપલી ધાર સામી બાજુના પાર્શ્વકપાલની ઉપલી ધાર સાથે, નીચલી ધાર શંખાસ્થિ તથા જતૂકાસ્થિ સાથે, આગલી ધાર પુર:કપાલ સાથે જ્યારે પાછલી પશ્ર્ચિમકપાલ સાથે જોડાય છે. પાર્શ્વકપાલને આગલા ભાગમાં ઉપરનો અને નીચેનો એમ બે ખૂણા તેમ જ તેના પાછલા ભાગમાં ઉપરનો અને નીચેનો એમ બે ખૂણા મળી કુલ ચાર ખૂણા હોય છે. આમાંના આગલા તથા પાછલાં ભાગના ઉપરના ખૂણા બાળકના જન્મ પછી લગભગ એક વર્ષ સુધી કઠણ ન હોતાં તદ્દન કલામય હોય છે. ધાવણા બાળકના માથામાં આ ખૂણાઓ આગળ બે થડકતા ખાડા બ્રહ્મરંધ્ર તથા શિવરંધ્ર જણાઈ આવે છે. તેમાંનો પાછલો ખાડો જન્મ્યા પછી બે ત્રણ માસમાં, જ્યારે આગલો ખાડો લગભગ દોઢ વર્ષે પુરાય છે, એટલે કે એ ખાડાઓ ઉપરના પોચા કલામય ભાગને બદલે કઠણ હાડકાનું ઢાંકણ બની જાય છે. આ ખૂણાઓમાંનો આગલા ભાગનો નીચલો ખૂણો જતૂકાસ્થિ જોડે સંધાય છે. તેના ઉપર ધમનીની શાખાઓ માટેના ખાડાઓ પડેલા છે. પાછલા ભાગનો નીચલો ખૂણો શંખાસ્થિ સાથે જોડાય છે. તેના ઉપર પાર્શ્વિકા નામની શિરા માટેની ખાઈ આવેલી છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects