पुं.
[ સં. ]
પાર્શ્વભાગ; અપરભાગ; ખોપરીના તળિયામાં આવેલ ભર્ભરાસ્થિના ત્રણ મુખ્ય માંહેનો એ નામનો એક ભાગ. ભર્ભરાસ્થિના ત્રણ મુખ્ય ભાગ: મધ્યફલક, ચાલનીપટલ, અને બે પાર્શ્વપિંડો. આ બંને પાર્શ્વપિંડો મધપૂડાની માફક પાતળી, અસ્થિમય દીવાલોવાળા અસંખ્ય કોષોથી ભરપૂર છે. દરેક પાર્શ્વપિંડને છ છ બાજુઓ હોય છે. દરેક પાર્શ્વપિંડ ચાર ચાર હાડકાં સાથે જોડાયેલ છે, એટલે કે ઉપર પુર:કપાલના નેત્રચ્છદિફલક સાથે, નીચે ઊર્ધ્વહન્વસ્થિ સાથે,આગળ અશ્રુપીઠાસ્થિ સાથે અને પાછળ તાલ્વસ્થિ સાથે જોડાયેલો છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.