पुं.
[ સં. ]
ઇક્ષ્વાકુંશી દુર્યોધનની ક્ન્યા સુદર્શનાનો પુત્ર સુદર્શન. મનુના પુત્ર ઇક્ષ્વાકુવંશી સુદુર્જયને દુર્યોધન નામનો એક પુત્ર થયો. તે દુર્યોધનને સુદર્શના નામની એક કન્યા હતી. તેનાં રૂપ લાવણ્ય ઉપર મોહ પામી પાવક એટલે અગ્નિદેવ રૂપ બદલી દુર્યોધન પાસે આવ્યા અને તેની પાસે કન્યાની માગણી કરી. દુર્યોધને હા ન પાડી. પાવક દેવતા નિરાશ થઈ ચાલ્યા ગયા. એક વાર રાજાએ યજ્ઞ કર્યો. યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત ન થયો. રાજા તથા ઋત્વિજોએ અગ્નિની બહુ ઉપાસના કરી. પાવકે પ્રગટ થઈ કન્યા માગી. દુર્યોધને કન્યાનો વિવાહ તેની સાથે કરી દીધો. અગ્નિ દેવતા તે કન્યા સાથે મૂર્તિ ધારણ કરી માહિષ્મતી પુરીમાં રહેવા લાગ્યા. પાવકથી સુદર્શનાને જે પુત્ર થયો તેનું નામ સુદર્શન પડ્યું. તે મોટો ધર્માત્મા અને જ્ઞાની હતો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.