पुं.
[ સં. ]
ખોપરીનું આગલું હાડકું; કપાલનો આગળનો ભાગ; અગ્રકપાલ; `ફન્ટલ બોન`. આ કપાલાસ્થિ ખોપરીના આગલા ભાગમાં આવેલું છે. તેનો આકાર મોતીની છીપ જેવો છે. તેના મુખ્ય બે ભાગ છે. લલાટ ભાગ અને નેત્રચ્છદિ ભાગ. લલાટ ઊભો હોઈ મનુષ્યનો કપાલપ્રદેશ બનાવે છે. તે ત્રણ ફલકો મળીને બનેલો છે. તેની વચ્ચે લલાટફલક, જ્યારે દરેક બાજુએ એક એક પાર્શ્વફલક આવેલું છે. લલાટફલકની બહારની બાજુ કાચબાની પીઠ જેવી છે. તેના ઉપર આવેલા બે ગોળાકાર અગ્રકુંભ તરીકે ઓળખાય છે. બુદ્ધિવાળા મનુષ્યોના કપાલમાં આ કુંભો મોટા હોય છે, જ્યારે મંદમતિવાળાઓના નાના હોય છે. તેમની વચ્ચે નાકના મૂળભાગ નજીકનું સ્થાન ભ્રૂમધ્ય અથવા કૂર્ચ તરીકે ઓળખાય છે ત્યાં સ્થપની નામનું મર્મ છે. એમ પ્રાચીન શરીરવિદો કહે છે. ભ્રૂમધ્યમાંથી ઊંચે જતી એક ઝાંખી લીટી ગૂઢસીમંતિકા તરીકે ઓળખાય છે. તે બાલ્યાવસ્થામાં નજરે પડતા પુર: કપાલાસ્થિના બે ભાગોનું બંધન સૂચવે છે. બેઉ ભમરોથી સહેજ ઊંચે તેમની માફક વાંકી વળેલી તોરણના આકારની ઊપસતી રેખાઓ ભ્રૂતોણિકા તરીકે ઓળખાય છે.તેઓ ભ્રૂમધ્યમાં પરસ્પર મળી જાય છે. દરેક ભ્રુતોરણિકાને અંદર અને બહાર એમ બે છેડા હોય છે. તથા તેની વચમાં એક અધિભ્રૂવ નામનું ઝીણું છિદ્ર હોય છે. બહારનો છેડો અપાંગ પ્રદેશમાં ગંડાસ્થિ સાથે જોડાય છે, જ્યારે અંદરનો નાકના મૂલ ભાગ આગળ નાસાસ્થિ જોડે સંધાય છે. અધિ્ભ્રૂવ છિદ્રમાંથી તે નામની શિરા, ધમની અને નાડી પસાર થાય છે. ભ્રૂતોરણિકાની પછવાડે પુરઃકપાલના અંદરના ભાગમાં લલાટકોટર નામનાં ભોંયરાં આવેલાં છે. તેઓનો સંબંધ નાકની સાથે છે. લલાટફલકની અંદરની બાજુ અંતર્ગોળ છે. તેના ઉપર કલાગ્રંથિઓ માટેના ખાડાઓ તથા ધમનીની શાખાઓ માટેની ખાઈઓ મોટી સંખ્યામાં નજરે પડે છે. એના મધ્ય ભાગમાં એક મોટી શિરાપરિખા આવેલી છે. તે ખાઈના બંને કિનારાને મસ્તિષ્કચ્છદિ, કલાનો દાત્રિકા નામનો મધ્ય ભાગ લાગેલો છે. લલાટફલકની દરેક બાજુએ એક એક પાર્શ્વફલક આવેલું છે. તેમની બહારની બાજુ સહેજ ઊંડા હોઈ શંખચ્છદા પેશીને આશ્રય આપે છે. આ ફલકોની ઉપલી સીમામાં આવેલી વાંકી લીટીઓ શંખતોરણિકા તરીકે ઓળખાય છે અને ત્યાંથી જ શંખચ્છદા પેશી ઉત્પન્ન થાય છે. પુર:કપાલનો નેત્રચ્છદિ ભાગ આડો હોઈ, નેત્રગુહા તથા નાસાગુહાનુ છાપરૂં બનાવવામાં ભાગ છે. તે વચ્ચે આવેલા એક મોટા ખાડા વડે જુદાં પડેલાં બે નેત્રચ્છદિફલકોનો બનેલો છે. આ કોમળ ફલકો સહેજ ખાડાવાળાં તથા ત્રિકોણાકારનાં હોઈ, નેત્રગુહાનો ઉપલો ભાગ તથા છાપરૂં બનાવે છે.આ ફલકોની આંખ તરફની બાજુ ઉપર, બહારના ભાગમાં એક નાનો ખાડો હોય છે, તેમાં અશ્રુગ્રંથિ રહેલી છે. આ બંને નેત્રચ્છદિફલકો વચ્ચેની ખાઈ મહાપરિખા તરીકે ઓળખાય છે. આ લાંબી ખાઈમાં ભર્ભરાસ્થિનો ચાલની પટલ ભાગ સમાઈ જાય છે. આ ખાઈની બંને બાજુઉપર પુર:કપાલ અસ્થિની અંદર રહેલાં ભોંયરાં, ભર્ભરાસ્થિની અંદર આવેલા એવી જ જાતનાં ભોંયરાં સાથે મળી જાય છે. મહાપરિખાથી સહેજ આગળ આવતાં દરેક બાજુ ઉપર એક એક નાનું અસ્થિફલક નજરે પડે છે. તે દરેકના સાગુહાનું છાપરૂં બનાવવામાં ભાગ લે છે. તે બંને ફલકો વચ્ચે કાંટા જેવો ભાગ અગ્રકંટક તરીકે ઓળખાય છે. આ કંટક બંને નાસાગુહાઓ વચ્ચેની દીવાલ બનાવવામાં ભાગ લે છે અને તે પાછળ ભર્ભરાસ્થિનો મધ્યફલક જોડે, જ્યારે આગળ નાસાસ્થિ જોડે સંધાયેલો છે. આ કંટકની બંને બાજુઓ ઉપર લલાટકોટરોનાં દ્દાર ખૂલે છે. આ પ્રમાણે પુર:કપાલ દરેક બાજુએ સાત સાત હાડકાંઓ સાથે જોડાયેલું છે. મહાપરિખાની દરેક બાજુ ઉપર તે ચાર હાડકાંઓ સાથે જોડાયેલું છે. જેમકે, આગલા અર્ધભાગમાં નાસાસ્થિ, ઉર્ધ્વહન્વસ્થિ તથા અશ્રુપીઠાસ્થિ જોડે, જ્યારે પાછલા અર્ધભાગમાં ભર્ભરાસ્થિ જોડે સંધાય છે. નેત્રચ્છદિફલકનો પાછલો અને અંદરનો ખૂણો જતૂકાસ્થિની નાની પાંખ જોડે સંધાય છે. તે ફલકની બહારની સીમાનો પાછલો અર્ધભાગ જતૂકાસ્થિની મોટી પાંખ જોડે, જ્યારે આગલો અર્ધભાગ, ગંડાસ્થિ જોડે સંધાયેલો છે. લલાટફલકની પાછલી ધાર પાર્શ્વકપાલ સાથે જોડાયેલી છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.