पुं.
[ સં. પૃથુરાજન્ ]
( પુરાણ ) અંગનો પૌત્ર અને વેન રાજાનો એ નામનો પુત્ર; પૃથુ. તે વિષ્ણુનો નવમો અંશાવતાર ગણાય છે. તેઓ મહાન દેશસુધારક અને પ્રજાપાલનમાં કુશળ હોવાથી લોકોને પ્રિય થયા હતા. લોકોને પોતાની સાથે ગામ વસાવી રહેવાનું શીખવતાં ઉદારતા સાથે તેમણે રાજ્યપદ્ધતિ સમજાવી હતી, ઉત્તમ ભાષણો આપી લોકોને અધર્મમાંથી બચાવી ધર્મ રસ્તે વાળ્યા હતા અને નીતિધર્મં સમજાવ્યો હતો. તેણે પોતાના પિતા વેનને નરકમાં જતા બચાવ્યા અને ગૌરૂપી પૃથ્વીને દોહી વનસ્પતિ આદિને દૂધરૂપે કાઢયાં. આ અવતાર પૃથ્વી સુધારવા અને ધર્મવૃદ્ધિ કરવા સત્યયુગમાં થયો હતો. તેમને અર્ચિ નામની સ્ત્રી હતી. તે પણ લક્ષ્મીજીનો અવતાર મનાય છે. જ્યારે પૃથુનો રાજ્યાભિષેક થયો, ત્યારે કુબેરે રત્નજડિત સિંહાસન, શિવે દશચંદ્ર અને પાર્વતીએ શાંતચંદ્ર એવાં બે ખડ્ગ, અગ્નિએ અજગવ ધનુષ્ય, વરુણે અમૃતમય છત્ર એમ સર્વ દેવોએ અકેકી ભેટ મોકલી હતી. તેના જમણા હાથમાં ચક્રનું અને પગમાં કમળનું એવાં અંશાવતારી પુરુષનાં શુભ ચિન્હ હતાં. તેમણે પૃથ્વી સપાટ કરાવી. વળી નગરો કેમ બાંધવાં તથા આરોગ્યતાથી થતા લાભ તેમણે પ્રજાને સમજાવ્યા. તેમણે સમુદ્રપર્યટન કરી સાત દ્વીપો તાબે કરી બીજી જમીન વગેરેની શોધ કરેલી કહેવાય છે. તેમણે બ્રહ્માવર્ત દેશમાં સરસ્વતી નદીને કાંઠે સો અશ્વમેધ યજ્ઞ કરવા સંકલ્પ કર્યો. નવાણું યજ્ઞ પૂરા થયા. સોમો યજ્ઞ ચાલતો હતો, ત્યારે ઇંદ્ર યજ્ઞનો ધોડો હરી ગયો. પૃથુના દીકરા પુરંદરે તેને હરાવી ઘોડો પાછો મેળવ્ળો. ત્યારથી તે વિજિતાશ્વ કહેવાયો. યજ્ઞની દીક્ષા વખતે દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ તથા પ્રજાજનોની સભા સમક્ષ રાજાઓ ધાર્મિક ભાષણ કર્યું હતું. તે સમયે આવેલા સનત્કુમારે પૃથુરાજાને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી રાજા કૃતાર્થ થઈ સઘળાં કર્મ નિરાસક્તપણે કરવા લાગ્યા. પ્રજાને રાજી કરતા પૃથુરાજા રાજા એવા નામને ખરેખર યોગ્ય થયા હતા. તેમને અર્ચિ નામની રાણીથી વિજિતાશ્વ, ધૂમ્રકેશ, હર્યક્ષ. દ્રવિણ અને વૃક નામે પાંચ પુત્રો થયા. પોતાના શરીરને વૃદ્ધ થયેલું જોઈ વિજિતાશ્વને રાજ્ય સોંપી પોતે સ્ત્રી સહિત તપોવનમાં ગયા. ત્યાં વાનપ્રસ્થ રહી દ્દઢ નિયમો પાળી પોતાના જીવાત્માને પરબ્રહ્મમાં જોડી બ્રહ્મરૂપ થઈ કૈવલ્ય મોક્ષને પામ્યા.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.