स्त्री.
પ્રથમનું ભણતર; લોકોને લખતાં, વાંચતાં, હિસાબ ગણતાં શીખવવાનું ભણતર. ગાંધીજી લખે છે કે: ઘણાં વર્ષોના મનન પછી ને કંઈક પ્રયોગો કર્યા પછી હું એ નિર્ણય ઉપર આવ્યો છું કે, પ્રાથમિક કેળવણી ઓછામાં ઓછા એક વર્ષ લગી પુસ્તક વિના જ અપાવી જોઈએ, ને ત્યાર બાદ પણ વિદ્યાર્થીઓમાં પુસ્તકોનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ. બારાક્ષરીનું જ્ઞાન લેતાં, એકડા ને કક્કા ઘૂંટતાં બાળકની બીજી ઇંદ્રિયો રૂંધાય છે ને તેની બુદ્ધિ ખીલવાને બદલે તેનો વિકાસ અટકે છે. બાળક જન્મતાં જ જ્ઞાન લેવા માંડે છે, પણ તે મુખ્યત્વે આંખથી અને કાનથી. બોલતું થાય છે કે તુરત ભાષાજ્ઞાન લેતું થાય છે. એટલું યાદ રાખવાનું છે કે, આ પ્રાથમિક કેળવણીમાં ઘર, આંગણાં ને રસ્તાની તેમ જ શરીરની સફાઈ, શરીરનું આહાર દ્વારા પોષણ વગેરેનાં મૂળતત્ત્વો, પોતાનું કામ જાતે કરી લેવાની ટેવ, ઘેર માબાપને મદદ કરવાની ટેવ વગેરેનો સમાવેશ થશે. આજે પ્રાથમિક, મિડલ અને હાઈસ્કૂલની કેળવણીને નામે જે ચાલે છે તેની જગા સાત કે વધારે વરસ પહોંચે એવી પ્રાથમિક કેળવણી લેવી જોઈએ. એ કેળવણીમાં અંગ્રેજીને બાદ કરતાં મેટ્રિક લગીના સર્વ વિષયો અને તે ઉપરાંત એકાદ ઉદ્યોગ, એટલાનું જ્ઞાન અપાય. ઉદ્યોગ એ જ્ઞાનનાં સર્વ ક્ષેત્રોમાં છોકરાછોકરીઓનાં મનનો વિકાસ સાધવામાં સાધનરૂપ હોય. એવી કેળવણી એકંદર જોતાં, સ્વાવલંબી હોઈ શકે, હોવી જોઇએ જ વસ્તુત: સ્વાવલંબન એ તેની યથાર્થતાની કસોટી છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.