પ્રાથમિક યુગ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

અતિ પ્રાચીન નિર્જીવ યુગ. જ્યારે સમુદ્રનાં ગરમ અને છીછરાં પાણી ઠંડાં થવા લાગ્યાં, ત્યારે પૃથ્વીનું પડ ઘટ્ટ થવા લાગ્યું અને વાતાવરણના ઝેરી વાયુ કમી થવાથી જીવનસૃષ્ટિની ઉત્પત્તિ થવા માંડી હતી. આવી રીતે મીઠા પાણીના સમુદ્રમાં શેવાળ અને ફૂગ જેવી હલકા પ્રકારની વનસ્પતિ પેદા થઈ હતી. આ જીવ ઘણો પોચો હતો. તેના અવશેષ કંઈ ચોક્કસ માલૂમ પડતા નથી. આ પ્રાથમિક યુગમાં વિંધ્ય અને અરવલ્લી વચ્ચેના ખૂણામાં હાલમાં જ્યાં ચાંપાનેર ને પાવાગઢના ડુંગરો આવ્યા છે ત્યાં તેમ જ ઈડર અથવા અમરનગરના ભાગમાં રેતીના પથ્થરો જામેલા છે. તેમ જ આ ભાગમાં આરાસુરની આરસની ખાણો આવેલી છે. આબુ પર્વતની તળેટીમાં પણ આ થરો જામ્યા હશે પણ હાલ મટોડામાં દટાઈ ગયેલા હોઈ દેખાતા નથી. આ પ્રથમ યુગમાં પણ ગુજરાતની ઉત્તરે અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર હઈ વિંધ્યની ખીણમાં નર્મદાનો પ્રવાહ ઓરસંગ સુધી આગળ વધ્યો હતો.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects