न.
બળજબરીપૂર્વક અપાતો ખોરાક. ઇંગ્લંડમાં સ્ત્રીમતાધિકારની ચળવળ દરમિયાન કેદમાં પૂરેલી ચળવળખોર સ્ત્રીઓએ અનશન વ્રત લીધેલ. તેઓને બળજબરીથી ખોરાક આપવાનું પગલું લેવામાં આવેલ. આ બાબત પાછળથી મોટી તકરારનો વિષય બનેલ. તે પદ્ધતિ અત્યંત જોખમ ભરેલી છે, આવી જાતનો અભિપ્રાય ધીમે ધીમે દૃઢીભૂત થયો, એટલે તે જંગલી પદ્ધતિનો નાશ થયો. સને ૧૯૨૦માં સીન્ફીન ચળવળિયાઓના અનશન વખતે બળજબરીપૂર્વક ખોરાક આપવાની પદ્ધતિ અખત્યાર કરવામાં આવેલ ન હતી.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.