न.
ગરમ પ્રદેશમાં થતું એક ઝાડ; કટહલ વૃક્ષ. પૂર્વ અને પશ્ર્ચિમ ઘાટના પહાડ ઉપર તે એની મેળે ઊગે છે. તેનાં પાન દંડાકાર, લંબગોળ, ચાર પાંચ આંગળ લાંબાં અને કાળાશ પડતા લીલા રંગનાં થાય છે. તેમાં મોટાં મોટાં ફળ આવે છે. ફળની અંદર ગોઠલી હોય છે. માહ ફાગણમાં ફળ બેસે છે અને અષાડમાં પાકે છે. ફળ પાકે ત્યારે બહુ મીઠાં લાગે છે. કાચાં ફળનું શાક તથા અથાણું બને છે. તેની છાલમાંથી નીકળતા રસમાંથી રબર બને છે. તેનું લાકડું વહાણ વગેરે બનાવવામાં વપરાય છે. છાલ ઉકાળવાથી ગેરુવો રંગ નીકળે છે. તેમાં સાધુ લોકો કપડાં રંગે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.