पुं.
એ નામનો એક બેટ. આ બેટ ઉપર બંધાયેલી દીવાદાંડી જૂનામાં જૂની છે. મિસરના એલેકઝેન્ડ્રિઅ બંદરમાં દાખલ થવાના મુખની વચ્ચે ફેરોઝ બેટ પડેલો છે. ત્યાંની દીવાદાંડી આરસપહાણથી બાંધવામાં આવી હતી ને કહેવાય છે કે લગભગ ૬૦૦ ફૂટ સુધી માળ ઉપર માળ ચણવામાં આવ્યા હતા. છેક ટોચ ઉપર રાત દિવસ લાકડાંનો દેવતા ભડભડ બળ્યા કરતો હતો. દિવસે તે દેવતાનો ધુમાડો અને રાતે તેનું અજવાળું ખલાસીઓને માર્ગ બતાવવામાં ઉપયોગી થઈ પડતાં એ દીવાદાંડીનું નામ ફેરોઝ પડયું હતું. ફેરોઝ દુનિયાની અજબ વસ્તુઓ માંહેની એક ગણાતી હતી. ઇ.સ. પૂર્વે ત્રીજા સૈકામાં ફેરોઝની દીવાદાંડી બાંધવામાં આવી હતી. આ દીવાદાંડી લગભગ ૧૫૦૦ વર્ષ સુધી ટકી રહી, પછી તે ધરતીકંપને લીધે તૂટી પડી.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.