पुं.
એ નામના એક બંગાળી કવિ. હિંદનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ રચનાર બંકિમચંદ્રનો જન્મ ઈ.સ. ૧૮૩૮માં થયો હતો. તેમના પિતા યાદવચંદ્ર બંગાળમાં ડેપ્યુટી કલેકટર હતા. નાનપણથી જ તેઓ મહાબુદ્ધિશાળી, સાહસિક, નીડર અને જબરા મનોબળવાળા હતા. બાર વર્ષની નાની ઉમરે તેઓ મેટ્રિક પાસ થઈ પાછળથી ન્યાયાધીશ બન્યા હતા. તેમણે આનંદમઠ, દેવી ચોધરાણી વગેરે સુંદર પુસ્તકો લખી સાહિત્યસમ્રાટ તરીકે નામના મેળવી. ઈ.સ. ૧૮૯૪માં તેઓ અવસાન પામ્યા. જે વખતે બંગાળી ભાષામાં કોઈ લખતું નહોતું, તે વખતે સુંદર વાર્તાઓ લખી એમણે તેના સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. એકલી નવલકથાના લેખક તરીકે નહિ, પણ ધર્મ જેવા કઠિન વિષયોમાં પણ બંકિમ એક્કા લેખક ગણાય છે. રામમોહનરાયને હાથે જે બંગાળી ગદ્યનો પાયો નખાયો, તે ગદ્યને ટોચ ઉપર પહોંચાડનાર બાબુ બંકિમ હતા.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.