1 |
[ સં. ] |
पुं. |
( વેદાંત ) અજ્ઞાન અને તેના કાર્યરૂપ જગતની સાથે આત્માનો સંબંધ; અવિદ્યારૂપી દોરડા વડે જીવનો દેહ સાથે સંબંધ.
|
2 |
|
पुं. |
અટકાવ; રોકાણ; પ્રતિબંધ.
રૂઢિપ્રયોગ
૧. બંધ કરવું = (૧) અટકાવવું; રોકવું; ખાળવું; પ્રતિબંધ કરવો. જેમકે, વ્યવહાર બંધ કરવો; પાણી બંધ કરવું. (૨) આટોપવું; બંધ કરવું. જેમકે, સાંજ પડી હવે કામ બંધ કરો. (૩) પૂરું કરવું; સમાપ્ત કરવું; અંત આણવો. (૪) બીડવું; અંદર ઘાલવું. (૫) મના કરવી. (૬) મીચવું; બીડવું; સંકોચવું. (૭) વાસવું; ભીડવું.
૨. બંધ પડવું = અટકવું; બંધ થવું.
|
3 |
|
पुं. |
( વેદાંત ) અણિમાદિ આઠ પ્રકારનાં ઐશ્વર્યની આશા વડે સિદ્ધ એવો સંકલ્પ.
|
4 |
|
पुं. |
( જૈન ) અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળો સંબંધવિશેષ.
|
5 |
|
पुं. |
( જૈન ) અહિંસા અણુવ્રતનો એ નામનો એક અતિચાર દોષ; પ્રાણીઓને ઇચ્છિત સ્થાનમાં જતાં રોકવા માટે દોરડા વગેરેથી બાંધવાં તે.
|
6 |
|
पुं. |
( જૈન ) આત્માના પ્રદેશો સાથે કર્મના પુદ્ગલનું ક્ષીર નીરની પેઠે બંધાવું તે; આત્મા સાથે કર્મોનો સંયોગ; કષાયના સંબંધથી કર્મને યોગ્ય એવા પુદ્ગલોનું ગ્રહણ કરી આત્માનું કષાયયુક્ત થવું તે. બંધના ચાર પ્રકારઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાંના પહેલા બે બંધ યોગથી અને છેલ્લા બે બંધ કષાયથી થાય છે.
ઉપયોગ
બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લાગી આત્મ અભાન, પણ ત્યાગ સ્વભાવનો, ભાખે નિજ ભગવાન. – આત્મસિદ્ધિ પ્રવચન
|
7 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. તે કાવ્ય છંદનો એક ભેદ છે. તેમાં ૫૦ લઘુ અને ૨૩ ગુરુ મળી ૭૩ અક્ષરની ૯૬ માત્રા હોય છે.
|
8 |
|
पुं. |
કરજમાં ઘરેણે મૂકેલ હરકોઈ વસ્તુ.
|
9 |
|
पुं. |
( જૂ. ગુ. ) કેદી.
|
10 |
|
पुं. |
( વેદાંત ) કેવળ મોક્ષની અપેક્ષાથી સંકલ્પ કરવો તે.
|
11 |
|
पुं. |
ઘર વગેરેને વીંટવાનું સૂતર.
|
12 |
|
पुं. |
દાટો; આડકણિયું.
|
13 |
|
पुं. |
( વેદાંત ) દૃશ્ય સંબંધ સત્યરૂપે જણાતો હોય તે.
|
14 |
|
पुं. |
ધાક; દાબ.
|
15 |
|
पुं. |
દેવ અથવા મનુષ્યાદિની ઉપાસનારૂપ કામસંકલ્પ.
|
16 |
|
पुं. |
( જૈન ) નવ માંહેનું એ નામનું એક તત્ત્વ; ગ્રહણ કરેલા કર્મને પ્રકૃતિ, સ્થિતિ અનુભાગ અને પ્રદેશ આ ચાર રૂપે બંધિત કરવાં તે.
|
17 |
|
पुं. |
નાટ્યનો એક પ્રકાર.
|
18 |
|
पुं. |
પટો; પાટો.
|
19 |
|
पुं. |
પાળ; ઘાટ; પુસ્તો; આડચ.
રૂઢિપ્રયોગ
બંધ બાંધવો = (૧) પાણીના રોક માટે પાળ બાંધવી. (૨) હદ કે મર્યાદા બાંધવી; નિયંત્રણ કરવું.
|
20 |
|
पुं. |
પ્રબંધ; રચના; ગોઠવણી.
|
21 |
|
पुं. |
ફાંસો.
|
22 |
|
पुं. |
બંધન; બંદીઓને પૂરવું તે; કેદ.
|
23 |
|
पुं. |
બંધારણ; ધારો; નિયમ.
|
24 |
|
पुं. |
બાંધણ; જેથી બાંધેલું હોય તે; બાંધવાનું સાધન દોર, દોરડું વગેરે.
રૂઢિપ્રયોગ
૧. બંધ જકડવો-નાખવો-બાંધવો = બાંધણ વડે જકડવું.
૨. બંધ પડવો = (૧) ગાંઠ પડવી. (૨) કેદ થવું.
૩. બંધ લેવા = ગાડામાં ભરેલો માલ પડી જતો અટકાવવા સારૂ દોરડાથી આંટા પાડવા.
|
25 |
|
पुं. |
મંડળ; દેશ.
|
26 |
|
पुं. |
( યોગ ) મુદ્રા.
|
27 |
|
पुं. |
( યોગ ) વાયુને રોકવો તે. જેમકે, અપાનને રોકવો તે મૂલબંધ, ઉદાનને રોકવો તે જાલંધરબંધ, સમાનને રોકવો તે ઉડ્ડિયાનબંધ.
|
28 |
|
पुं. |
શરીર વગેરેનું બંધારણ.
|
29 |
|
पुं. |
( વેદાંત ) સંકલ્પમાત્રની ઉત્પત્તિ.
|
30 |
|
पुं. |
સંયોગ.
|
31 |
|
पुं. |
સંસારમાં બંધાવું તે.
|
32 |
|
पुं. |
સ્થિતિ.
|
33 |
|
पुं. |
સ્નાયુનો ગુચ્છો; તંતુઓનો સમૂહ; ગૂંછળું.
|
34 |
|
पुं. |
હદ; મર્યાદા.
|
35 |
|
वि. |
ચાલુ નહિ એવું; અટકેલું.
|
36 |
|
वि. |
બાંધેલું.
રૂઢિપ્રયોગ
૧. બંધ બેસવું = (૧) અનુકૂળ થવું; માફક આવવું. (૨) ઊકલવું. (૩) કામમાં આવવું; ઠેકાણે પડવું. (૪) બંધબેસતું થવું.
૨. બંધ બેસાડવું = (૧) અનુકૂળ પડે તેમ કરવું. (૨) ગોઠવવું. (૩) ઠેકાણે પાડવું. (૪) વાપરી નાખવું.
૩. બંધ બેસાડી દેવું = પૂરું કરવું; વાપરી નાખવું.
|
37 |
|
वि. |
વાસેલું; ઉઘાડું નહિ એવું.
|
38 |
|
अ. |
સાથે, સહિત, વાળું, પ્રમાણે એવા અર્થમાં સમાસમાં નામની સાથે જોડાતો શબ્દ. જેમકે, થોકબંધ; ઝપાટાબંધ; હથિયારબંધ.
|
39 |
|
पुं. |
ગીરવી રાખેલું ધન.
|