स्त्री.
પ્રાકૃત વગેરે ભાષાના મિશ્રણવાળી સંસ્કૃત. તેમાં પાણિનિ કે હેમચંદ્રના નિયમોને સંપૂર્ણ ભાવે અધીન ન રહી, પ્રસંગ પડ્યે પ્રાકૃત કે દેશ્ય શબ્દોને પણ માત્ર વિભક્તિ કે પ્રત્યયોનાં પ્રાવરણથી સજ્જ કરી, એ અણઘડ શબ્દોને સુઘડ સંસ્કૃત શબ્દોની વચ્ચે ગોઠવી દેવામાં આવે છે. એ જાતની સંસ્કૃતમાં પ્રાકૃત શબ્દો પણ હોય, દેશ્ય શબ્દો પણ હોય, યાવની શબ્દો પણ હોય અને દ્રાવિડી શબ્દો પણ હોય. આ સંસ્કૃતમાં ક્યાંક પ્રાકૃતની ઘાટી હોય તો ક્યાંક વળી અપભ્રંશની છાયા હોય, કોઈ પંક્તિ સંસ્કૃત તો વળી કોઈ પંક્તિ અપભ્રષ્ટ હોય. એ પ્રકારની ભાષાની મિશ્રતાવાળી જે સંસ્કૃત તે બોલચાલની સંસ્કૃત કહેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં