स्त्री.
એ નામની એક સ્પર્ધા રમત. આ રમતમાં બે હરીફ ટુકડી એકબીજીથી બાજુ ઉપર સમાંતરે સીધી લીટીમાં ઊભી રહે. દરેક ટુકડીના પહેલા નંબરની સીધાણમાં સામે ૪૦થી ૫૦ ફૂટ દૂર એક મગદળ ખોડવો. દરેક ટુકડીના પહેલા નંબર પાસે એક એક દડો રાખવો. બંને ટુકડીના પહેલા નંબરની આગળ બંને ટુકડીને સામાન્ય એક આરંભરેખા રાખવી. સિસોટી થતાંની સાથે દરેક ટુકડીનો પહેલો નંબર દડાને એક હાથે આગળ રોડવતો રોડવતો પોતાની ટુકડીની સામેના મગદળને ફરી પાછો દડો રોડવતા રોડવતા લાવે. જ્યારે દડો શરૂઆતની રેખા ઉપરથી પસાર થાય ત્યારે તે દડાને ઊચકી બીજા નંબરને તે આપે અને પોતે પોતાની ટુકડીની પાછળ જઈ ઊભો રહે. પછી બીજો નંબર તેવું જ કામ કરી દડો ત્રીજા નંબરને આપે. આમ બંને પક્ષના બધા રમનારાઓને દડાને રોડવવાનો વારો આવે. જ્યારે એક રમનારો તડો રોડવવા આગળ વધે કે તુરત જ તેની પછીનો નંબર તેની જગ્યા લઈ લે. આમ જે ટુકડી પહેલું કાર્ય પૂરું કરે, તે વિજેતા જાહેર થાય. જે ટુકડી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવે, તેને જીતવાને માટે અયોગ્ય જાહેર કરવામાં આવે. આ રમતમાં બે ટુકડીથી વધારે ટુકડીઓ પણ ભાગ લઈ શકે. ત્યારે ધ્યાન રાખવા માટે વધારે પંચોની જરૂર પડે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.