पुं.
નર્મદાના ઉત્તર તટ ઉપર આવેલ એ નામનો એક ઘાટ. આ તીર્થસ્થાન અત્યંત રમણીય તપોભૂમિ મનાય છે. અહીં નર્મદાના બે ફાંટાની વચ્ચે વ્યાસતીર્થની જેવો રમણીય બેટ છે. તેમાં ભીમકુંડ, અર્જુનકુંડ, બ્રહ્મકુંડ વગેરે તીર્થ છે. ઉત્તરીય ધારામાં સૂર્યકુંડ છે. નર્મદા પંચાંગમાં કથા છે કેઃ વસિષ્ઠજી કહેવા લાગ્યા, હે રામચંદ્રજી, પ્રથમતઃ શિવલિંગોત્પત્તિ સાંભળો. પ્રાચીન કાળમાં પોતાના પિતા વિષ્ણુ ભગવાનથી વિરુદ્ધ થઈને બ્રહ્માજી તપ કરવા બેઠા અને પોતાના તપોબળના અહંકારથી ચૌદ લોક ઉત્પન્ન કરીને નારદ સહિત તેને જોવા ચાલ્યા. જોતાં જોતાં સર્વ લોક જોઈને મૃત્યુલોકમાં આવ્યા. અહીં ક્ષીરસાગરમાં શેષશાયી વિષ્ણુ ભગવાનનાં દર્શન થયાં, તો તે સમયે શેષ અને બ્રહ્માજીની વચ્ચે એની મેળે સ્વયંભૂ લિંગ ઉત્પન્ન થયું અને તેમાં બ્રહ્માજીએ વિશ્વરૂપ જોયું. પછી તે વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા કે, આ લિંગનો અંત દેખવા માટે આપ નીચે જાઓ અને હું ઉપર જાઉં છું. એમ કહીને બંનેએ ઘણા જ પરિશ્રમથી શોધ કરી, પરંતુ લિંગનો આદિ અંત પામી શક્યા નહિ. આથી બંને થાકી જઈને એકત્ર થઈ, વિચાર કરીને, ગર્વ રહિત થઈને સ્તુતિ કરવા લાગ્યાઃ હે ભગવાન, આપ અક્ષર પુરુષ છો, આપનો મહિમા જાણી શકાય તેમ નથી. ઇત્યાદિ પ્રકારે સ્તુતિ કરે છે, ત્યાં તે લિંગમાંથી પ્રકટ થઈને બ્રહ્માજીને શિવજીએ કહ્યું કે, હવે તમે તમારા પિતા વિષ્ણુ ભગવાનથી લડશો નહિ, કેમકે મારા પ્રતાપથી જ તમે ત્રણે દેવો ઉત્પન્ન થયા છો. તમારો ગર્વ હરવાના હેતુથી આ રચના કરી હતી. પછી તે બંને દેવો પોતપોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. આ શિવલિંગોત્પત્તિનો ઇતિહાસ થયો. હવે બ્રહ્માણીઘાટની કથા સાંભળો. અમુક સમય પછી બ્રહ્માજીના મનમાં અત્યંત ખેદ થયો. તે વિચાર કરવા લાગ્યા કે, મેં વિષ્ણુ ભગવાન અને શંકરની સાથે વ્યર્થ વિરોધ કર્યો. હવે આ દોષ મિટાવવાના હેતુથી તપ કરવું યોગ્ય છે. એમ વિચારીને વિશ્વકર્મા, ગણેશજી, સ્કંદ, શંકરજી વગેરે દેવોનું સ્મરણ કર્યું. તેઓ સર્વ તત્કાલ પ્રાપ્ત થયા. બ્રહ્માજીએ યથાધિકાર સત્કાર કર્યો અને તપમાં બેસવાનું કારણ કહીને સૃષ્ટિરચનાનું કાર્ય ચારે દેવોને આપીને નર્મદાતીરે અહીં આવ્યા અને વિંધ્યાચળનો પુત્ર જે પર્યંક પર્વત અથવા મધ્યબેટ છે, તેના ઉપર તપ કરવા બેઠા. આ બાજુ ચારે દેવો સૃષ્ટિરચના કરવા લાગ્યા, પરંતુ તેઓ આ કાર્યને ચલાવી શક્યા નહિ. અહીં બ્રહ્માજીની પાસે વિષ્ણુ ભગવાન આવીને કહેવા લાગ્યા કે, મેં તમારો અપરાધ ક્ષમા કર્યો છે, હવે તમે શિવજીની પૂજા કરીને તમારૂં કાર્ય કરો. પછી બ્રહ્માજીએ બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરીને અનન્ય ભાવથી સ્તુતિ કરી. શંકરજી પ્રસન્ન થઈ બોલ્યા કે, હવે તમે આનંદ સહિત તમારા લોકમાં જઈને સ્વપ્રકૃતિ અનુસાર તમારૂં કાર્ય કરો. આ તીર્થમાં સ્નાનદાનાદિ પોતાના વર્ણાશ્રમ મુજબ ધર્મકર્મ કરનાર પરમ પદને પામશે. અહીં ગૌદાન, બ્રાહ્મણભોજન વગેરે કર્મ કરનાર સર્વ પાતકોથી મુક્તિ મેળવે છે એમ મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.