पुं.
[ સં. ભૃગરાજ ]
કોયલના આકારનું કાળા રંગનું એક પક્ષી. તે માથાથી પૂછડી સુધી બાર ઇંચ લાંબુ હોય છે. તેમાં સાત ઇંચની તો ફક્ત પૂંછડી જ હોય છે. તે ભારતના લગભગ બધા પ્રાંતોમાં મળી આવે છે. તે અત્યંત સુરીલી અને મધુર બોલી બોલે છે અને લગભગ બધાં પશુપક્ષીઓની બોલીનું અનુકરણ કરે છે. તે લડે છે પણ ખરૂં. તેનો રંગ બિલકુલ કાળો હોય છે. ફક્ત પાંખ ઉપર એક બે પીળા કે સફેદ બારીક લીટીઓ હોય છે. તેની પૂછડી ભુજેટાની પૂછડી જેવી હોય છે. શિયાળામાં તે વધારે દેખાય છે અને કીડી મકોડા ખાઈને જીવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.