पुं.
[ સં. ભારત ( હિંદુસ્તાન ) + ગ્રામ ( ગામડું ) + ઉદ્યોગ + સંઘ ( સમુદાય ) ]
ગામડાંની ઉન્નતિ સાધવા સ્થાપેલા એ નામનો સંઘ; `ઑલ ઇંડિઅ વિલેજ ઇન્ડરટ્રીઝ એસોસિએશન.` ઇ.સ. ૧૯૩૪માં હિંદી મહાસભાની ૪૮મી બેઠકમાં જે.સી. કુમારપ્પાને ગ્રામોદ્યોગ દ્વારા ગામડાંની ભૌતિક તેમ જ આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનું કામ સોંપવામાં આવ્યું. મહાત્માજીના માર્ગદર્શન નીચે તેમણે આ કામ કરવાનું હતું. સંઘની મુખ્ય કચેરી વર્ધામાં મગનવાડી નામના સ્થળે છે. તેની પંચવિધ પ્રવૃત્તિ નીચે મુજબ છે: (૧) ગ્રામોદ્યોગમાં સંશોધન; મગનવાડીમાં એક પ્રયોગશાળા છે, જ્યાં ગ્રામોદ્યોગ સંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિએ અભ્યાસ થાય છે અને ગામડિયાને ખર્ચમાં પોસાય તેવા ફેરફાર અથવા ઉદ્યોગોમાં નવીનતા લાવવાના અખતરા થાય છે. ખર્ચનો પ્રશ્ન ખૂબ જ અગત્યાનો છે. (૨) પસંદ કરેલ ગ્રામોદ્યોગ વૈજ્ઞાનિક પ્રદ્ધતિએ શી રીતે ચાલે તેનું પ્રદર્શન: નીચેના ઉદ્યોગો મગનવાડીમાં ચાલે છે: કાગળ બનાવવાનો, ઘાણી, કુંભારકામ, વનસ્પતિ તેલથી બળતી બત્તીઓ બનાવવાનો, સાબુ બનાવવાનો, મધમાખી ઉછેરવાનો, સુતારીકામ, લુહારીકામ, ખાદ્ય પદાર્થ જેવા કે બિસ્કૂટ બનાવવાનો. (૩) ગ્રામસેવા માટે કાર્યકરોને તાલીમ આપવી: દર વર્ષે ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવે છે. તે માંહેનો ત્રીજો ભાગ બહેનોને હોય છે. (૪) સાહિત્ય પ્રકાશન: ગ્રામ્ય અર્થશાસ્ત્ર અને તેને લગતાં પ્રકાશનો. (૫) પ્રદર્શન: શ્રી મગનલાલ ગાંધી સ્મારક પ્રદર્શન કાયમી નભાવવા ઉપરાંત પ્રસંગોપાત્ત ગ્રામોદ્યોગનાં પ્રદર્શનો ભરવાં. ગ્રામોદ્યોગમાં રસ લેતી અને પોષતી કોઈ પણ વ્યક્તિ આ સંઘનો સભ્ય થઈ શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ