ભારત બ્રાન્ડ કત્થા

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

મધ્ય ભારતમાં બનતો એક જાતનો કાથો; ભારતની છાપવાળો કાથો. આ શબ્દ ગુજરાતી, અંગ્રેજી ને હિંદી એમ ત્રણ શબ્દો મળીને વર્ણસંકર થયો છે અને તેનો અર્થ ભારતની છાપવાળો અથવા ભારતનંબરી કાથો એવો થાય છે. આ કાથો ઉત્પન્ન કરવાનું એક કારખાનું ગ્વાલિયર પાસે શિવપુરીમાં આવેલું છે અને ભારતવર્ષમાં આવાં કારખાનામાં તે બીજા નંબરનું ગણાય છે. પહેલા નંબરનું આવું કારખાનું બરેલીમાં છે. આ કાથાનું કારખાનું ખરેખર મધ્ય ભારતની વનસમૃદ્ધિમાં એક કીર્તિકલગીરૂપ છે. મધ્ય ભારતનું વન અતિ સમૃદ્ધ છે અને તેમાંથી ખેર નામના વૃક્ષમાંથી આ પ્રસિદ્ધ કાથો બનાવવામાં આવે છે. ખેર વૃક્ષનાં કાપેલાં લાકડાંમાંથી પ્રથમ તો છાલ કાઢી નાખવામાં આવે છે અને પછી છાલ વિનાનાં આ લાકડાંઓના નાના નાના કટકા કરવામાં આવે છે. તે પછી તેની ઝીણી ઝીણી ચીપો અને ચીપોમાંથી ઝીણી ઝીણી કરચો કરવામાં આવે છે. આ બધી ક્રિયા એક પછી આ કારખાનામાં ક્રમશ: થાય છે. એ બધી કરચોને પછી એક જંગી પીપમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈતી ગરમી આપી ઉકાળવામાં આવે છે અને જ્યારે તેમાંથી જોઈતો કસ કે અર્ક જુદો પાડવામાં આવે છે, ત્યારે ચુસાઈ ગયેલી એ કરચો એક બાજુ નીકળી જઈને એકઠી થાય છે. આ નકામી કરચોમાં પણ કાથાનો ઉપયોગી અંશ બાકી રહેતો હોઈને તેનો પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કંઈક ઉપયોગ કરવાની શોધખોળ સંબંધ ધરાવતા કરી રહ્યા છે. ખેરના ઝાડની કરચોમાંથી જુદું પડાયેલ તત્ત્વ પ્રવાહીરૂપે પીપમાં જ્યારે જોઈતા પ્રમાણમાં કાઢવામાં આવે છે. ત્યાર પછી એ પ્રવાહીને જુદી જુદી નળીઓ દ્વારા એક ઠેકાણેથી બીજે ઠેકાણે જરા નીચાણના ભાગમાં બીજા પીપમાં એકઠું કરી તેની જોઇતી શુદ્ધિ કરીને છેવટે પંપ દ્વારા ઊંચે ઉપર ટાંકી જેવાં મોટાં સાધનોમાં એકઠું કરીને પછી તે પ્રવાહીને જોઈતી ઠંડી આપવાથી ઉપર ઉપર પાણી જેવો માત્ર પ્રવાહી પદાર્થ અને નીચ તળિયે કાથાનો પ્રવાહી પણ જાડો પદાર્થ બેસતો જાય છે. આ કાથાનો પદાર્થ દહીંમાંથી વલોવીને બનાવાય તેમ, ઉપર નહિ પણ નીચે એકઠું થાય છે અને ઉપર છાશ જેવું નકામું પાણી બાકી રહે છે. છેવટે નળીઓની યુક્તિપ્રયુક્તિથી નીચે એકઠું થયેલ કાથારૂપી તત્ત્વ ઉપરના પાણી જેવો નકામો પદાર્થ તેમાં ન ભળી જાય તેમ નળી દ્વારા એકઠું કરી તેને ઠરવા દેવામાં આવે છે અને પછી તે લોંદા જેવો કાથો એકઠો થાય છે. આ લોંદા જેવા કાથામાંથી જોઇતી નાની મોટી એકધારી ટીકડીઓ કરી તેને સૂકવીને ભારત બ્રાન્ડ કત્થા એટલે ભારત છાપ કાથો કરવામાં આવે છે. કાથો કાઢવામાં ઉપર જે પાણી નકામું એકઠું થયેલ હોય છે, તેમાં પણ ઉપયોગી તત્ત્વનો કંઈક અંશ બાકી રહેલ હોઇને તે પ્રવાહીને વળી પાછો નળી વાળે બીજાં પીપોમાં નાખી, ત્યાં જોઇતી ગરમી આપી તેમાંથી કચ્છ નામનો બીજો એક ઉપયોગી માલ તૈયાર કરવામાં આવે છે. આ કચ્છની પણ જોઇતી ટીકડીઓ કે જોઇતો ભૂકો પણ વધારે ગરમી આપીને બનાવી શકાય છે. આ કાથાની બનાવટમાં એવો અડસટ્ટો કરવામાં આવે છે કે, દોઢ ટકો કાથો ને દશ ટકા કચ્છ ખેરમાંથી નીકળી શકે છે અને તેથી દશ ટકા જેટલો જે કચ્છ પદાર્થ તૈયાર થાય છે તેનો પણ વિધવિધ ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ તો તેને હલકા કાથા તરીકે ખપાડવામાં આવે છે અને તે ઉપરાંત બોઇલરો અને પેટ્રોલ કાઢવાના શારડી કૂવામાં પણ તેનો એટલે ચૂરકાનો વિજ્ઞાનની દૃષ્ટિથી ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. આ ચૂરકા નામના પદાર્થથી બોઇલરોનાં તળિયાં જે બગડી જાય છે તેનું રક્ષણ થાય છે અને પેટ્રોલ આદિ માટે ખોદાતા કૂવામાં તેલ પાણી જુદાં પાડીને એક અતિ ઉપયોગી કામ તે સાધી શકે છે. આ ઉપરાંત ટેનિક એસિડ, સ્ટેન્સિલ ઇંક અને જુદા જુદા રંગો બનાવવામાં કચ્છનો ઘણો વિવિધ ઉપયોગ થઈ રહ્યો છે. ખેરનાં ઝાડો નાનાં નાનાં નહિ પણ બહુ મોટાં મોટાં હોય તો ઓછે ખરચે જોઇતો કાથો તૈયાર થઇ શકે છે અને તેની છાલ અથવા ઉપરથી નકામું કાઢી નાખવામાં આવતું લાકડું પણ ફૂટપટી, સેટસ્કવેર વગેરે કેળવણી વિષયક અનેક નાનાં મોટાં સાધનો તેમાંથી બનાવી વિદ્યાર્થીઓને સસ્તામાં સસ્તી કીમતે પૂરાં પાડવાના સંશોધકોના કોડ પ્રશંસનીય છે. કાથાનું કારખાનું ડિસ્ટિલિંગ અર્થાત્ અર્ક કાઢવાના સિદ્ધાંતને મળતું હોઇને તેમાં અંદરના ભાગમાં ક્યાંય પણ લોઢાની નળીનો ઉપયોગ કરવામાં આવતો નથી, કેમકે નહિ તો તે કટાઈને અંદરના કાથાના સત્ત્વને બગાડે. આથી જ્યાં જુએ ત્યાં તે કારખાનામાં તાંબા ને પિત્તળની નળીઓ વાપરવામાં આવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects